Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દિવ્યાંગ બહેનોએ નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, વડોદરા ખાતે તાલીમ મેળવવા સંપર્ક કરવો

કેતન ભટ્ટ

દાહોદ : ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત દિવ્યાંગો માટેના નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ( મહિલા ), ઠક્કર બાપા હોસ્ટેલ પરિસર, નિઝામપુરા રોડ વડોદરા ખાતે એવી મહિલા વિકલાંગની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ વ્યવસાયિક કોર્સ અંગેની તાલીમ આપવામાં આવે છે.આ તાલીમ એવી દિવ્યાંગ બહેનો કે જેઓની અપંગતા ૪૦% કે તેથી વધુ હોય, ૫૦ થી ૬૯ આઈ ક્યુ તેમજ ૧૫ થી ૫૦ વર્ષની ઉંમર ધરાવતી બહેનો માટે કેન્દ્રમાં ડ્રેસ મેકિંગ, કોમ્પ્યુટર એપ્લિકેશન, કોમર્શિયલ, અને સેક્રેટરીયલ પ્રેક્ટિસના તાલીમાર્થીઓને ભારત સરકાર તરફથી નિયમનુસાર શિષ્યવૃતિનો લાભ પણ મળવાપાત્ર થશે.આ તાલીમ માટે ઇચ્છુક દિવ્યાંગ બહેનોને કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી કેન્દ્રનો ફોન નંબર ૦૨૬૫-૨૭૮૨૮૫૭ તેમજ મોબાઇલ નંબર ૮૫૧૧૨૯૧૩૦૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.

Share

Related posts

MD ડ્રગ્સ અને પટેલ મુબારક, કોસાડ આવાસમાથી બે કરોડથી વધુના ડ્રગ્સ ઝડપાયો

Admin

ગોવિંદ ગુરૂ – લીમડી તાલુકાના મીરાખેડી ખાતેથી ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાએ વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

gujaratjanekta

હોબાળો:લીમડી નગરમાં વારંવાર લાઈટ બંધની સમસ્યાથી નગરજનોમા ભારે રોસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial