Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અનાજ ના કાળા બજારીઓ સામે જિલ્લા વહીવટી તંત્ર ની લાલ આંખ અનાજ ની કાળા બજારી કરનારાઓ ને કરાયા જેલ ભેગા!!

અહેવાલ:- અબ્દુલ્લાહ પંજાબી ગોધરા 

 

 

પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી દ્વારા સરકારી અનાજ ના કાળા બજાર કરતા દુકાનદારો અને સરકારી અમલદારો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમયાંતરે દૂકાનો અને ગોડાઉન ના ચેકીંગ કરવામાં આવી રહ્યા છે પોતાનો વ્યક્તિગત મોબાઈલ નંબર જાહેર કરી જાહેર જનતાને સોશિયલ મીડિયા દ્વારા અપૂરતું અનાજ મલે કે કોઇ દુકાનદાર સામે ફરિયાદ હોય તો સીધો સંપર્ક કરવા આહવાન પણ આપેલ છે ત્યારે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવેલ તપાસ દરમ્યાન કાલોલ અને શહેરા ખાતેના પુરવઠા વિભાગ ના ગોડાઉન મા સ્ટોક કરતા વધુ જથ્થો જોવા મળેલ કાલોલ ખાતે થી ૩૦૦૦ કટ્ટા વધુ જોવા મળેલ અને શહેરા ખાતે ૨૫૦૦ કટ્ટા સ્ટોક કરતા વધુ જોવા મળેલ જેથી કાલોલ અને શહેરા ખાતે ના બન્ને ગોડાઉન મેનેજર અને મોરવા હડફ ના બે દુકાનદારો મળી કુલ ચાર ઈસમો સામે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા પીબીએમ ની કાર્યવાહી કરતા જિલ્લા એલસીબી પોલીસે ચાર ઇસમોની અટકાયત કરી જેઓ પૈકી મહેશભાઈ રલિયાભાઇ રાઠવા ને ભાવનગર જેલ અને ગણપતભાઈ ધેમાભાઈ ડિંડોર ને જૂનાગઢ જેલ, જીવણભાઇ બાબુભાઈ ને જામનગર જેલ અને લક્ષ્મણભાઈ સોમાભાઈ પરમારને કચ્છ ભુજ જેલમાં મોકલી આપતા સરકારી અનાજ ના કાળા બજાર કરતા તત્વો મા ભારે ફફડાટ ફેલાયો છે.

પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જિલ્લા કક્ષાની પુરવઠા શાખા એ જાહેર વિતરણ વ્યવસ્થા સંદર્ભમાં જે તપાસણીઓ હાથ ધરી હતી એ કિસ્સાઓમાં ગંભીર ગેરરીતિઓ તપાસની દરમ્યાન આવેલ છે તે તમામની સામે PBM એકટ હેઠળ કાર્યવાહી કરી છે જેમાં આઠ જેટલા કેસો છે જેમાં પી બી એમ હેઠળ અટકાયતી હુકમ કરેલ છે એ ૮ કેસોમાં બે ગોડાઉન મેનેજર છે એના સિવાય FPS શોપ નાં અને ખાનગી વહેપારીઓનો સમાવેશ થાય છે તે તમામ દુકાનોમાં અને ગોડાઉનમાં ગંભીર રીતે બેદરકારીઓ અને જથ્થાની ઘટ જોવા મળી હતી. સાથે સાથે જે પ્રકારની વિતરણ વ્યવસ્થામાં વ્યવસ્થાઓ દુકાન ખાતે કે ગોડાઉન ખાતે રાખવાની થતી હોય છે તેમાં ગંભીર ભૂલો સામે આવી હતી તે બધાને ધ્યાન રાખી આ જેટલા કેસોમાં PBM ના અટકાયતી હુકમો કર્યા છે.

 

Share

Related posts

સાહેબ અમે વિકાસ નથી જોયો અમારે પણ વિકાસના દર્શન કરવા છે : ગામમાં પ્રાથમિક સુવિધા ન મળતા જીલ્લા કલેક્ટરને વેદનાભર્યુ આવેદન પત્ર !

gujaratjanekta

મુખ્ય નિર્વાચન અધિકારીનું ‘અવસર લોકશાહીનો’ અભિયાન નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મિશન-૨૦૨૨ : આજથી ‘અવસર રથ’ ફરશે

gujaratjanekta

ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે સનાતન ધર્મ સાથે જોડાયેલ લોકો માટે શક્તિ સંગમ પ્રોગ્રામ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial