Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News Other ગુજરાત ન્યૂઝ

બાલાસિનોરમાં એસ.પી. જયદીપસિંહ જાડેજા ની ઉપસ્થિતિ માં શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ

બાલાસિનોર નગરમાં યોજાનાર ગણેત્સોવ અને ઇદે માં મિલાદ ઈદે મિલાદ ને લઈને બાલાસિનોર શહેરના હિંદુ મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી . જેમાં મહીસાગર જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા તેમજ યોજનાર ગણપતિ વિસર્જન તેમજ ઈદે મિલાદને લઈને નીકળનાર ઝુલુસ ના તમામ રૂટનો ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ. જેમા મહિસાગર જિલ્લાના એસ.પી જયદીપસિંહ જાડેજા, ડીવાયએસપી જાદવ,બાલાસિનોર ટાઉન પી આઈ આર ડી ભરવાડ, બાલાસિનોર ગ્રામ્ય પીઆઇ મુકેશ ભગોરા,તેમજ બાલાસિનોર પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું.

બાલાસિનોર નગરમાં યોજાનાર ગણેશ વિસર્જન અને ઇદે મિલાદ સાથે હોવાથી ,મુસ્લિમ સમુદાય દ્વારા નીકળતા ઈદે મિલાદના ઝુલુસ નો રૂટ રાજપુરી દરવાજા થી નિશાળ ચોક કરવામાં આવ્યો જ્યારે ગણપતિ વિસર્જન નો રોડ રાબેતા મુજબ રહેશે તેવું જાણવા મળે છે

જેમાં ૭:૦૦થી ૧૧:૩૦ સુધી ઈદે મિલાદ નું ઝુલુસ નીકળશે

ઈદે મિલાદનો રૂટ

અંજુમન ચોક, વિજય ટોકીઝ, ખાટકીવાડ, વહોરવાડ ,રાજપુરી દરવાજા, નિશાળ ચોક ,તળાવ દરવાજા , હુસેનની ચોક,જુમ્મા મસ્જિદ , કસ્બા મોહલ્લા, સૈયદ વાળા, પઠાણવાળા, કસાઈવાળા, તાલુકા પંચાયત રોડ, કાલુપુર, મુલ્લાવાળા થઈ ને પરત, અંજુમન ચોક.

ગણપતિ વિસર્જન નો રૂટ
સલીયાવડી દરવાજા
સમરી માત મંદિર
કડીયા ઢાળ
સોની બજાર
નિશાળ ચોક
રાજપુરી દરવાજા
પટેલ વાડા વું
સલીયાવડી દરવાજા
પટવાશેરી
ખજૂરી મસ્જિદ
તળાવે વિસર્જન.
Share

Related posts

સંતરામપુરની એસ.પી.હાઇસ્કુલ ખાતે ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

gujaratjanekta

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન શ્રી બી.એમ. હાઈસ્કૂલ ઝાલોદ માં કરવામાં આવ્યુ

gujaratjanekta

ફતેપુરા તાલુકાનો દસમા તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ તારીખ 17 9 2024 ને મંગળવારના રોજ યોજાશે શ્રી આઇ કે દેસાઈ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં દસમાં તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial