Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા શહેરનુ રામસાગર તળાવ ઓવર ફ્લો થતા આજુબાજુ ના દુકાનદારોને પડતી મુશ્કેલીઓ, ભૂરાવાવ વિસ્તાર જળબંબાકાર : ચીફ ઓફિસરનો હવામાં ઉડતો જવાબ

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

રિપોર્ટર:-મેહફુઝ હસન

      પંચમહાલ જિલ્લા માં મેઘમહેર મન મુકી ને વર્ષી રહ્યો છે. ગોધરા શહેર માં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગોધરા ના રામસાગર તળાવ ની વાત કરીએ તો તળાવ ઓવર ફ્લો થતા સ્થાનિક દુકાનદારો ને ભારી જેહમત ઉઠાવવાનો વારો આવ્યો છે તળાવ ના આજુબાજુ ભારે ગંદગી ના કારણે તળાવ ફૂલ થયા હોવા નું સ્થાનિક દુકાનદારો જણાવી રહ્યા છે. ત્યારે સ્થળ ઉપર ગોધરા નગર પાલિકા ના ચીફ ઓફિસર રાઉન્ડ માં આવતા તેઓ ને વાત કરતા હું કંઈ કરી શકુ તેમ નથી તેઓ ઉડતો જવાબ આપી સ્થળ છોડી જતા રહ્યા હતા. વરસાદ ના કારણે આજુબાજુ ના લોકોની દુકાનો માં પાણી ભરાય રહ્યા હોય અને ગોધરા ના ચીફ ઓફિસર ના આ જવાબ થી શું સમજવુ ?

હવે વાત એ છે કે સમગ્ર ગોધરા શહેર માં પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાં ભુરાવાવ વિસ્તારમાં યોગેશ્વર સોસાયટી, અંકુર સ્કૂલ, સંગમ સોસાયટી, સાંપા રોડ, FCI ગોડાઉન રોડ તેમજ બામરોલી રોડ, પોલન બજાર, ગોધરા – અમદાવાદ હાઇવે સહિત અનેક જગ્યાએ પાણી ભરાયા છે ત્યારે સ્થાનિક ચુટાયેલા કોર્પોરેટરો બીકના મારે ઘરોમાં કેદ થઈ ગયા છે.

 

નગર પાલીકા ની પ્રિમોન્સૂન ની કામગીરી ની પોલ ખુલી ગઈ છે શું નગર પાલિકા દ્વારા વરસાદ ની પુર્વ તૈયારી નહી કરી હોય તેમ લાગી રહ્યું છે. ગુરુકૃપા કોમ્પ્લેક્સ ને અડીને આવેલ રામસાગળ તળાવ ને અડી ને આવેલ ચેમ્બર માં તળાવ નું પાણી ના નીકળતુ હોવાનું દેખાય રહ્યું છે જો આ બાબતે તાત્કાલિક કોઈ પગલા ના લેવાય તો સ્થાનિક દુકાનદારો ને ભારે નુકસાન નો સામનો કરવો પડે તેમ છે

Share

Related posts

ઝાલોદ તાલુકા ખાતે આવેલ માનવ વિકાશ અને સંશોધનો કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં ફતેપુરા નગરમાં નીકળી રેલી હિન્દુ સંગઠનો દ્વારા ફતેપુરા નગરમાં સૂત્રચાર સાથે રેલી કાઢવામાં આવી

gujaratjanekta

ઝાલોદ પ્રાંત કચેરી ખાતે દાહોદ જિલ્લા પોલિસની ક્રાઇમ કોન્ફરન્સ પોલિસ અધિક્ષક રાજદિપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial