Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

મહીસાગર વહીવટી તંત્રના સાહેબો રેશનીંગ દુકાનદારની રૂબરૂમાં તપાસ કરશે કે પછી સમુદ્ર મંથન !!

સંકેત પંડ્યા – એડિટર

મહીસાગર જિલ્લાના બીપીએલ, એપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને સમયસર પૂરતું અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા પૂરતો અનાજનો જથ્થો સમયસર સરકાર માન્ય રેશનીંગ દુકાન પર પહોંચાડવામાં આવતો હોય છે ત્યારે મહીસાગર જિલ્લાના એક સસ્તા અનાજની દુકાનદારે થોડા વર્ષો પહેલા સ્વૈચ્છિક રાજીનામું આપ્યું અને ત્યારબાદ તે વાજબી ભાવની દુકાન છેલ્લા કેટલાય સમય સુધી હંગામી ધોરણે ચલાવવા અપાયી હતી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એ કચેરીના સાહેબોના ચહેરાઓ પણ બદલાતા ગયા અને સમય જતા એ વાજબી ભાવની દુકાન કાયમી કરી દેવાઈ એ આશ્ચર્ય ચકિત ઘટના લોકોને પણ સમજાતી નથી !!

કહેવાય છે કે સસ્તા અનાજની દુકાનદારના સંપર્કમાં આવેલ એ ચહેરો પોતાને એ પુરવઠા તંત્રના એ સાહેબને પોતાની ખાન-પાન ની માયાજાળમાં ફસાવી એ ચહેરાએ સ્ટોર પર અંગત વ્યક્તિને બેસાડી ગરીબોને મળવાપાત્ર અનાજ નો જથ્થો બારોબાર બીજે પધરાવી સરકારના લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે !! વધુમાં વાજબી ભાવની દુકાનદારે એ ચહેરાના માધ્યમ દ્વારા ગેરકાયદેસર દુકાનને કાયદેસર કરી વહીવટી તંત્ર ની આંખમાં ધૂળ નાખી છેલ્લા કેટલાય સમયથી વેચાણ કરી રહ્યો છે તો શું વહીવટી તંત્રને આ વાતની ખબર જ નથી ? શું તંત્ર અંદરો અંદર એકબીજાને ખો આપી સંતોષ અનુભવશે કે પછી સમુદ્ર મંથન પણ કરશે ? જિલ્લાના એ કર્મચારી કાયદેસર FIR દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી સત્યને શોધવાને બદલે એક ટેબલથી બીજા ટેબલ પર અને બીજા ટેબલ થી કેટલાક કિલોમીટર દૂર ત્રીજા ટેબલ પર એ કાગળની માયાજાળમાં સત્ય હકીકતની તપાસ કરશે કે નહી તે તો આવનાર સમય જ બતાવશે !!

 

Share

Related posts

દાહોદ સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભિયાનની બેઠક યોજાઈસુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ થતી કામગીરીની સમીક્ષા કરાઈ

gujaratjanekta

વરોડ ટોલ નાકા લડતમાં હાલ વિરામ : લોકસભા ચુંટણી પછી તેમજ બોર્ડની પરીક્ષા પછી ફરી અધૂરી લડાઈ લડાશે ..

gujaratjanekta

ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા દ્વારા પત્રકારને ધમકી આપતાં મામલતદાર તથા ટી.ડી.ઓને આવેદનપત્ર અપાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial