Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગાંધીનગર દ્વારા 50 બટુકોનો ભવ્યાતીભવ્ય સમૂહ યજ્ઞનોપવિત કાર્યક્રમ યોજાયો

સંકેત પંડ્યા – એડિટર 

 

બ્રાહ્મણ કુળમાં સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે કે યજ્ઞનોપવિત સંસ્કાર. આજરોજ તારીખ 05. 02. 2023 ના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગાંધીનગર દ્વારા ભવ્યાતીભવ્ય સમૂહ યજ્ઞનોપવિત સંસ્કારના કાર્યક્રમનું આયોજન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સેક્ટર 16 ખાતે બ્રહ્મભવનના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આશરે 50 બટુકોને યજ્ઞોપવિત જનોઈ ધારણ કરાવેલ હતી. રાજ્યના પાટનગર ખાતે ખુબ મોટી સંખ્યામાં બ્રહ્મઅગ્રણીઓ આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ શ્રી પિનાકીનભાઈ રાવલ, મહિલા પાંખના પ્રમુખ શ્રીમતી ધારિણીબેન શુક્લ અને મહામંત્રી શ્રી અનિલભાઈ શુક્લ સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહી યજ્ઞોપવિત ધારણ કરનાર બટુકોને શુભકામના પાઠવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન ગાંધીનગર બ્રહ્મસમાજના પ્રમુખ શ્રી નરેશભાઈ દવે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ હતુ. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા આ યજ્ઞનોપવિત કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો.

Share

Related posts

ભૂજમાં વડાપ્રધાનના રોડ-શોમાં આવતા ઝુંપડા ઢાંકવામાં મ્યુનિસિપલ તંત્ર માહેર !-જાણો વધુ

gujaratjanekta

દાહોદ જિલ્લા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પ્રભાબેન તાવીયાડનુ નામ જાહેર થતા ગુરુ ગોવિંદના શરણમા આવી આશીર્વાદ લીધા

gujaratjanekta

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામા ઘાવડી ગામમાં પ્રાથમિક શાળાના નાનકડા ભુલકાઓએ સ્વીપ કાર્યક્રમ હેઠળ રેલી યોજી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial