Gujarat Jan Ekta
તાજા સમાચાર
education ગુજરાત ન્યૂઝ

જીલ્લા પ્રા.શિક્ષણાધિકારી ભણેલા કે અભણ ?? T.P.E.O. નો ચાર્જ સુપ્રત કરવાની વ્હાલા દવલાના વહીવટ સામે પ્રા.શૈક્ષિક મહાસંઘ મેદાનમાં !!

પ્રાપ્ત માહિતી

દુરથી ડુંગર રઢિયામણા અને નજીકથી જોવો તો ખાંડા !! આવુ જ કઈંક બન્યુ છે ગોધરાના એક કચેરીમાં. ગોધરા તાલુકાના પ્રા. શિક્ષણાધિકારીના ચાર્જ સુપ્રત કરવાના શિક્ષણ વિભાગની સૂચનાના પરિપત્રની અવગણનાઓ કરીને ધનોલ પ્રા.શાળાના મુખ્ય શિક્ષક સોમાભાઈ સોલંકીને TPEO નો ચાર્જ સુપરત કરવાના જીલ્લા પ્રા.શિક્ષણાધિકારી ના નિર્ણય સામે હવે ગોધરા પ્રા.શૈક્ષિક મહાસંઘ મેદાનમાં ઉતરીને T.P.E.O. નો ચાર્જ આપવાના વહીવટ માં અન્યાયનો ભોગ બનેલ અંબાલી વર્ગ પ્રા.શાળાના મુખ્ય શિક્ષક સુરેશકુમાર સુથારને ન્યાય મળે અને તેઓને T.P.E.O. નો ચાર્જ સુપ્રત કરવામાં આવે નો અનુરોધ કરતો પત્ર પ્રા.શૈક્ષિક મહાસંઘના સત્તાધીશો દ્વારા પંચમહાલ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી ને લેખિતમાં ગોધરા તાલુકાના શૈક્ષણિક જગતમાં ભારે ગરમાવો અને ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. એટલા માટે કે પૂર્વ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી દ્વારા ગોધરા તાલુકાના T.P.E.O. નો ચાર્જ સુપ્રત કરવાના આ સંદિગ્ધ વહીવટ સામે તત્કાલીન સમયે જો કે અંબાલી વર્ગ પ્રા. શાળાના મુખ્યશિક્ષક સુરેશકુમાર સુથાર દ્વારા T.P.E.O. ના ચાર્જ સુપ્રત કરવાના તેઓ સાથે કરવામાં આવેલા અન્યાય અને શિક્ષણ વિભાગની સૂચનાના પરિપત્રના કરાયેલા ઉલ્લંઘન સંદર્ભમાં ગોધરા તાલુકા પ્રા.શૈક્ષિક મહાસંઘ સમક્ષ તેઓને ન્યાય મળે એવી લેખિત રજૂઆત કરી હતી. એમાં જણાવ્યું હતું કે ગોધરાના T.P.E.O.ના ચાર્જ માટે તૈયાર કરવામાં આવેલ સિનીયોરીટી લિસ્ટમાં તેઓ ૧૦માં સ્થાને હતા અને ચાર્જ લેવા માટે પણ તૈયાર હતા.પરંતુ જે તે સમયના જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી દ્વારા ગોધરાના T.P.E.O. નો ચાર્જ ૨૦માં ક્રમે રહેલા ધનોલ પ્રા.શાળાના મુખ્ય શિક્ષક સોમાભાઈ સોલંકીને સુપ્રત કર્યો હતો ! લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે કે જીલ્લા પ્રા. શિક્ષણાધિકારી ભણેલા છે કે અભણ ??

Share

Related posts

ભારતના ટી-20 વર્લ્ડકપ વિજયને ઝાલોદ નગરના લોકોએ વિજય સરઘસ કાઢી વધાવી લીધો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામે ડી.વાય.એસ.પી પટેલની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ

gujaratjanekta

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે નાનસલાઇ પ્રાથમીક શાળાના ઓરડાઓનુ લોકાર્પણ કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial