Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ રેગિંગની ફરીયાદ, સિનિયરો આ રીતે કરે છે હેરાન

અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં જે રીતે રેગિંગનો મામલો સામે આવ્યો હતો તે જ રીતે હવે વડોદરામાં પણ રેગિંગની ઘટના સામે આવી છે. સિનિયરો દ્વારા જૂનિયરોને રેગિંગ કરાઈ રહ્યું છે.

વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં ઓર્થોપેડિક વિભાગના વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીના માતા-પિતાનો આરોપ છે કે કોલેજ શરૂ થયાના 10 દિવસમાં જ વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થતું હતું. તેમને રોજિંદા કામ માટે પણ હોસ્ટેલમાં જવા દેવામાં આવતા ન હતા.

સિનિયરો પોતાનો અંગત ખર્ચ જુનિયર વિદ્યાર્થીઓ પાછળ કરતા હતા. વિદ્યાર્થીને ધમકી પણ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતી હતી. વિદ્યાર્થીને પોતાનું કામ પૂરું કરીને વોર્ડમાં જ દર્દીના પલંગ પર સૂવાની ફરજ પડાતી હતી.

આ ઘટનાની અસર વિદ્યાર્થી પર એવી થઈ કે વિદ્યાર્થીના મનમાં આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા. પોસ્ટ ગ્રેજ્યુએશન ઓર્થોપેડિક્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફરિયાદ કરી છે કે રેસિડેન્ટ, સેકન્ડ યર અને થર્ડ યર મેડિકલ સ્ટુડન્ટ્સે અયોગ્ય વર્તન કર્યું હતું. જેમાં અરજીમાં લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. સિનિયર્સ જુનિયર વિદ્યાર્થીઓને 11 કલાક કામ કરાવતા હતા.

આ સાથે જ્યુસ અને સિગારેટ પીવાના પૈસા પણ તેમની પાસેથી લેતા હતા. આખરે આ તમામ વાલીઓએ એન્ટી રેગિંગ કમિટીને ફરિયાદ કરી હતી. જે વિદ્યાર્થીઓ સામે આ આક્ષેપ કરવામાં આવ્યો છે તેમનો સંપર્ક થઈ શક્યો નથી.

ખાસ કરીને અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં પણ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓ પર ત્રાસ ગુજારવામાં આવતો હતો તેમાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓને કોલેજમાંથી બેથી ત્રણ સેેમેસ્ટર માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. તેવામાં ફરી એકવાર બીજે મેડિકલ બાદ વડોદરામાં પણ આ પ્રકારે રેગિંગની ઘટના સામે આવી છે.  વડોદરામાં પણ વાલીઓ દ્વારા આ મામલે એન્ટિ રેગિંગ કમિટીને ફરીયાદ કરાઈ છે.

Share

Related posts

ઝાલોદ ખાંટવાડા વિસ્તારમાં રોહિત સમાજના લોકો ગંદકીના વચ્ચે જીવન જીવવા મજબૂર

gujaratjanekta

સાફલ્યગાથા- દાહોદ જિલ્લો અને.અટકી ગયેલા મારા જીવનને ફરીથી વેગ મળ્યો : લાભાર્થી રમેશભાઈ દલસીંગભાઈ સંગાડીયા

gujaratjanekta

પ્રાકૃતિક ખેતી શું છે… કરવા જેવી ખરી..? – શેરખીના ખેડૂત ઉપેન્દ્રસિંહ મહીડાના અનુભવ અને પ્રતિભાવથી મેળવો જવાબ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial