Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ

રાજકોટમાં પતિએ પત્ની પર કર્યો બળાત્કાર: ભાઇ અને મિત્ર પણ હતા હાજર, ત્રણેય સામે નોંધાયો ગુનો

રાજકોટમાં પતિએ પત્ની પર કર્યો બળાત્કાર: ભાઇ અને મિત્ર પણ હતા હાજર, ત્રણેય સામે નોંધાયો ગુનો રાજકોટ શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા ભવાનીનગરની પરિણીતા પર પતિએ પોતાના ભાઇ અને મિત્રને હાજર રાખી બળાત્કાર ગુજાર્યા બાદ લાકડીથી માર માર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભવાનગરમાં રહેતી પરિણીતા ગત તા.23મીએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઇ હતી ત્યારે ગત તા.20મીએ પોતાના પતિ ડાયા નાથા સોલંકી, રુડા નાથા સોલંકી અને ડાયાના મિત્ર છોટુએ લાકડીથી માર માર્યાનો આક્ષેપ કયો હતો પરંતુ પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી. દરમિયાન ગતરાતે પરિણીતાએ પોતાના પતિ ડાયા નાથા સોલંકીએ તેના બાઇ રુડા નાથા સોલંકી અને તેના મિત્ર છોટુભાઇની હાજરીમાં બળજબરીથી હોટલમાં લઇ જઇ બંનેની હાજરીમાં બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. પી.પી.ચાવડા સહિતના સ્ટાફે ડાયા નાથા સોલંકી, રુડા નાથા સોલંકી અને છોટુભાઇ સામે બળાત્કાર અને માર મારવા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Share

Related posts

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જુની પેન્શન યોજના ફરી ચાલુ કરાવવા મુખ્યમંત્રી સાથે મુલાકાતે – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ નગરના મુખ્ય માર્ગો પર ખાડા, મોટી ગટરો પર ઢાંકણ વગરની , ભૂગર્ભ ગટરો પર ઢાંકણના રોડ સાથે કોઈ બેલેન્સ નહીં નગરપાલિકા તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં

gujaratjanekta

ઝાલોદ તાલુકાની કોટૅમા ચાલતા કેસના ઝડપી નિરાકરણ અર્થે લોક અદાલતનો કાયૅકૃમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial