Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ઉતર ગુજરાતનાં પશુપાલકો માટે ખુશીના સમાચાર,દૂધ સાગર ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ

ઉત્તર ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર છે. દૂધસાગર ડેરીએ નવા વર્ષની શરૂઆતમાં પશુપાલકોને મોટી ભેટ આપી છે. મહેસાણાની દૂધસાગર ડેરીમાં પશુપાલકો પ્રતિ કિલો રૂ.20નો ફેટ વધારી રહ્યા છે,જેને લઈને પશુપાલકોમાં ખુશીની માહોલ જોવા મળી રહ્યો છે.

આ ભાવવધારો 1 જાન્યુઆરીથી લાગુ થશે. 1 જાન્યુઆરીથી દૂધ પર પ્રતિ કિલો ફેટ 750 રૂપિયાના બદલે હવે 770 રૂપિયા ચૂકવવા પડશે.આ સાથે દૂધસાગર ડેરીએ છેલ્લા 23 મહિનામાં દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ 120 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારાનો સીધો ફાયદો 5 લાખ પશુપાલકોને મળી રહ્યો છે. આ ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને દર મહિને 7 કરોડ રૂપિયા વધુ મળશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ દૂધસાગર ડેરીની સામાન્ય સભામાં દૂધની ફેટમાં પ્રતિ કિલો રૂ.10નો વધારો અને પશુપાલકોને રૂ.321 કરોડનો નફો જાહેર કરાયો હતો, જેના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં હરખની હેલી જોવા મળી હતી. ડેરીમાં સૌથી ઓછા ખર્ચે સાગર દાને, સિમન્સ ડોઝએ દેવું પતાવટ પછી મહત્તમ દૂધ ભરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

આ ભાવ વધારાની વાત સામે આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Share

Related posts

અનાજ ના કાળા બજારીઓ સામે જિલ્લા વહીવટી તંત્ર ની લાલ આંખ અનાજ ની કાળા બજારી કરનારાઓ ને કરાયા જેલ ભેગા!!

gujaratjanekta

દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ફાર્મ સ્કુલ હેઠળ મિટિંગ યોજવામાં આવી.

gujaratjanekta

ગરબાડા તાલુકાના પાટીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial