Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

કોપી કેસ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની પરીક્ષા માં 4 દિવસ માં 6 વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટ-1ના અલગ અલગ વિભાગના કુલ 59 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આજે પરીક્ષાનો પાંચમો દિવસ છે અને છેલ્લા ચાર દિવસમાં કુલ 6 વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી-ગેરરીતિ કરતા ઝડપાયા છે. તેની વિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોપીકેસ કરી કાર્યવાહી હાથ ધરી છે.

 

ગઇકાલે સુરેન્દ્રનગરની કોલેજમાં ગેરરીતીનો કિસ્સો સામે આવ્યો હતો.પરીક્ષાના ચોથા દિવસે સુરેન્દ્રનગરની સંસ્કૃતિ કોલેજમાં બી.કોમ. સેમ.1 નો એક વિદ્યાર્થી કાપલીમાંથી ચોરી કરતા ઝડપાઈ ગયો હતો. જેથી યુનિવર્સિટી દ્વારા તેની સામે કોપીકેસ દાખલ કરવામાં આવ્યો હતો. ખાસ પરીક્ષા કેન્દ્રો પર CCTV દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે જેના મારફત યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ દિવસે 1, બીજા દિવસે અને ત્રીજા દિવસે 2-2 વિદ્યાર્થી CCTVના આધારે ચોરી કરતા ઝડપાયા હતા.આમ યુનિવર્સિટીની પરીક્ષા શરુ થયાના ચાર દિવસ સુધી દરરોજ કોપીકેસ નોંધાઈ રહ્યા છે.

 

જેમાં ચાર દિવસમાં કોપી કેસનો આંક 6 પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ સેમેસ્ટર-1 માં 59,171 વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. જેમાં કુલ બે 9.30 થી 12 અને 2.30 થી 5 એમ શેડ્યુલમાં પરીક્ષા લેવામાં આવી રહી છે.

કોપી કેસ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની પરીક્ષા  માં  4 દિવસ માં 6 વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયા

Share

Related posts

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારાઆદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના 74 મા જન્મદિન નિમિત્તે “યજ્ઞ અને યોગ” સાથે “દિવ્ય ઉજવણી” એમના દીર્ઘ આયુષ માટે ગાયત્રી યજ્ઞ નો આયોજન કરવામા આવ્યું

gujaratjanekta

કામગીરીને બિરદાવી: અમદાવાદમાં વેક્સિનના 1 કરોડ ડોઝ પુરા, 10 હેલ્થ વર્કર્સને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં

Admin

જુનાગઢની ગિરનારની લીલી પરિક્રમાની જેમ બરડા ડુંગરમાં પણ દિવાળી પછી લીલી પરિક્રમા યોજાય છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial