Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

તળાજાના યુવા ધારાસભ્ય ગૌતમ ચૌહાણનુ મેથળા, વેજોદરી, પીથલપુર ગામે સ્વાગત સન્માન સમારોહનુ આયોજન

તળાજાના યુવા ધારાસભ્ય ગૌતમ ચૌહાણનુ મેથળા, વેજોદરી, પીથલપુર ગામે સ્વાગત સન્માન સમારોહનુ આયોજન તળાજીના યુવા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ધારાસભ્ય બની ગાંધીનગરથી આવતા પ્રથમ મેથળા,વેજોદરી,પીથલપુર સહિત ઠેરઠેર ગ્રામ્ય વિસ્તારમાં દર્શનાર્થ પહોંચ્યાં હતા જેમા પીથલપુર ખોડીયાર મંદિર દર્શનાર્થ પહોચી આશિર્વાદ લીધા હતા.

સંતો મહંતો એ સન્માનિત કર્યા હતા ત્યાર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યાં હતા તળાજાના યુવા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ વેજોદરી ગામે ભવ્ય સામૈયા સ્વાગત સન્માન કરાયું જેમા મેથળા સહિત ગ્રામ્ય વિસ્તારમા તળાજાના યુવા ધારાસભ્ય પહોંચતા ભવ્યાતીભવ્ય ઉત્સાહભેર સામૈયા સ્વાગત સન્માન કરાયું મેથળા ગામની કન્યાઓએ કુમ કુમ તિલક કરી આરતી ઉતારી ભવ્ય સ્વાગત કરેલ યુવા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ પગપાળા ચાલી દરેક શેરીયુમાં વડીલોના આશીર્વાદ લીધા ધારાસભ્યને સન્માનિત કરાયાં હતા.

ગામજનોએ જણાવેલ મુજબ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે વચન આપેલ કે તેઓ ધારાસભ્ય બનશે તો વડીલો અને મહાકાળી મંદિરે આશિર્વાદ લેવા ગામડે આવશે. આજે ગાંધીનગર થી આવતા જ પ્રથમ વખત અંતરયાળ ગ્રામ્ય વિસ્તાર મા પહોંચતા હરખ ઉમંગભેર સન્માનિત કરાયાં.

ધારાસભ્યે ગામજનોને જણાવેલ કે ગમે ત્યારે જરુર જણાઇ તો ગમે ત્યારે સંપર્ક કરો અને વિકાસ ના કામો તાત્કાલિક શરુ થાય એવા પ્રયાસ કરશે ની ખાત્રી આપેલ બહોળી સંખ્યામાં આસપાસ ગામડાઓ ના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહેલ તેમજ પ્રથમ વખત આ વિસ્તારમાં ધારાસભ્ય ને સન્માનિત કરવા હજારો ની સંખ્યામાં માનવ મેદની ઉમટીપડી ઈતિહાસિક ક્ષણ ના સાક્ષી બનવા કાર્યકરો પદાધિકારીઓ સહિત ઉપસ્થિત રહેલ.

Share

Related posts

શ્રદ્ધા મર્ડર કેસ મામલે ગુજરાતમાં રાજનિતી – અશોક ગેહલોતના નિવેદન બાદ ગૃહમંત્રીએ કહ્યું ગેહલોતે ચૂંટણી છે માટે આવું નિવેદન આપ્યું

Admin

ભીતોડી ગામે અનોખી રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ફતેપુરા મામલતદાર એનએસ વસાવા ની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial