Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલની ત્રણ બેઠક પર ભગવો, બે બેઠકો પર ઉમેદવારો આગળ, પાંચે બેઠક પર ભગવો લહેરાઈ શકે છે

સંકેત પંડ્યા – એડિટર

ચૂંટણી પ્રક્રીયાને જોતા આજે રીઝલ્ટ જાહેર થયું છે. ત્યારે ભાજપ પ્રચંડ બહુમતી નોંધાવી રહી છે. ત્યારે પંચમહાલની તમામ બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. તેમાં પણ તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો હતો તેવા કાલોલના ફતેસિંહ ચૌહાણે એક લાખની લીડથી જીત મેળવી છે. તેમના વાયરલ વીડિયોને લઈને ભારે વિવાદ થયો હતો. 

પંચમહાલની તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. કાલોલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ એક લાખની લીડથી જીત્યા છે. હાલોલમાંથી ભાજપના ઉમેદવાર 42 હજારની લીડથી જીત્યા છે. પંચમહાલમાં પાંચમાંથી ત્રણ બેઠકો પર ભાજપનો વિજય થયો છે.  બે બેઠકો પર ભાજપના ઉમેદવારો આગલ ચાલી રહ્યા છે. 

શેહરામાં ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડની જીત થઈ છે. મોરવા હડફ બેઠક પરથી ભાજપના ઉમેદવાર 40 હજારની સરસાઈથી જીત્યા છે. ગોધરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સીકે ​​રાઉલ 35 હજારની લીડથી જીત્યા છે. મોરવા હડફ બેઠક પર ફરી એકવાર ભાજપના ઉમેદવાર વિજયના માર્ગે જોવા મળી રહ્યા છે. મોરવા હડફ બેઠક પર 14માં રાઉન્ડ બાદ ભાજપ 30 હજાર મતોથી આગળ છે.

કલોલ બેઠક પર આઠ રાઉન્ડ બાદ ભાજપના ફતેસિંહ ચૌહાણ સતત આગળ ચાલતા જોવા મળ્યા હતા અંતિમ રાઉન્ડમાં તેમની જીત દર્જ થઈ છે. શહેરા સીટ પર જેઠા ભરવાડ 15 રાઉન્ડ બાદ ભાજપ 35 હજાર વોટથી આગળ છે. ગોધરા બેઠક પર 13મા રાઉન્ડ બાદ ભાજપના સીકે ​​રાઉલ આગળ સતત જીત તરફ જોવા મળ્યા હતા. આમ એક પછી એક રાઉન્ડ પાર થઈ રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવારો જીત તરફ દોરાતા જોવા મળી રહ્યા છે. 

Share

Related posts

ફતેપુરા તાલુકાના બલૈયાથી ગરીબોને અપાતા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

gujaratjanekta

સ્વચ્છતા 2024 ઝુંબેશ ના તમામ કાર્યક્રમોમાં શ્રેષ્ઠ સહભાગીદારી માટે ફતેપુરા તાલુકાને શ્રેષ્ઠ તાલુકા તરીકેનું એવોર્ડ મળ્યો તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઈ બારીયા ને એવોર્ડ કાર્યક્રમમાં આપવામાં આવ્યો

gujaratjanekta

મહીસાગર જીલ્લામાં “નળ આયા પણ નળમાં જળ ના આયા” – ગાંધીનગર વાસ્મો કચેરીના આદેશોથી તપાસનો ધમધમાટ શરૂ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial