Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદના હાર્ટ સમા ગાંધી ચોક ખાતે મેડિકલ સ્ટોરમાં અગમ્ય કારણોસર લાગી આગ..

 સંકેત પંડ્યા – એડિટર
દાહોદ શહેરમાં 24 કલાક ટ્રાફિક થી ધમધમતા ગાંધી ચોક ખાતે આવેલ મેડિકલ સ્ટોરમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી મચી જવા પામી હતી.
 દાહોદ શહેરના ભરચક એવા ગાંધી ચોક વિસ્તારમાં આવેલી ધવલ મેડિકલ સ્ટોર ઉપર અચાનક એકાએક આગ લાગવાની ઘટના બની હતી.અને આગ લાગવાની ઘટના બનતા દાહોદના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી અને તે બાદ ફાયરના જવાનો સાધન સામગ્રી લઈને ગાંધી ચોક ખાતે આવી પહોંચ્યા હતા.અને ધવલ મેડિકલ સ્ટોરમાં નીચેના ભોયરામાં આગ લાગતા તેને ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવતો હતો.પરંતુ આગ કયા કારણોસર લાગી હજુ જાણવા નથી મળ્યું આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ રહેવા પામ્યું છે અને મેડિકલ સ્ટોરમાં મોટા ભાગનું નુકસાન થવા પામ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.ત્યારે ફાયરના જવાનોએ આજરોજ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને આજુબાજુની દુકાનોમાં આગની જ્વાળાઓના પ્રસરે તે માટે ફાયર ના જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.
Share

Related posts

સુરત જવા ભાવનગરના 8 ડેપો પરથી વધુ 30 એસટી બસોની ફાળવણી

gujaratjanekta

આખરે.. મધુ શ્રીવાસ્તવને મનાવવામાં બીજેપી નિષ્ફળ, 1995થી જીતતા આવેલા મધુ આ વખતે ભાજપને પડી શકે છે ભારે

Admin

ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા રક્ષા બંધનના પવિત્ર દિવસે સમૂહ જનોઈ પૂજા યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial