Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

સંતરામપુરમાં ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓને કેટરીંગ સ્ટાફ દ્વારા સમયસર ભોજન ન મળતા અવ્યવસ્થા સર્જાઈ…

સંકેત પંડ્યા – એડિટર

સંતરામપુર આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 123 વિધાનસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ જમવામાં ચાર રસ્તામાં વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો તેમજ કેટરિંગના સંચાલક દ્વારા કર્મચારીઓને સમયસર પણ ચા નાસ્તો આપવામાં આવતો નથી

સંતરામપુર આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં 123 વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી લઈને મોટી સંખ્યામાં કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે જેમાં પોસ્ટલ મતદાન કરવા માટે કર્મચારીઓ હોતા હોય છે તાલીમ આપવા વાળા પોલીસ સ્ટાફ સિક્યુરિટી ગાર્ડ અન્ય વિવિધ પ્રકારના ફરજ બજાવતા કર્મચારીઓને સમયસર ચા નાસ્તો અને ગુણવત્તા વગરનું મળતું હોય છે આજરોજ મહિલા બોથની તાલીમ યોજાયેલી હતી અને પોસ્ટલ વોટીંગ રાખેલું હતું ચાર વાગ્યાની આસપાસ સ્ટાફ ગયા પછી ચા આપવામાં આવી અને સવારના બનાવેલા ઠંડા ગોટા જેને ખાવાથી ફૂડ પ્રોવિઝન થઈ જાય એવી પરિસ્થિતિ જોવાયેલી હતી શ્રીનાથજી નામના કોન્ટ્રાક્ટરે આ જમવાનો કોન્ટ્રાક્ટ રાખેલો હતો ત્યારે દાળ ભાત અને શાક ગોધરાથી બનાવીને મોકલે છે ફક્ત અહીંયા રોટલી બનાવવાનું જ રાખેલું છે આવી ઠંડીની અંદર કર્મચારીઓ જ્યારે પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જમવામાં નાસ્તો આપવામાં વેટ ઉતારેલી છે સરકાર દ્વારા ચાર નાસ્તો અને જમવાના રકમ મોટાપાય ચુકવતી હોવા છતાં એ તેમ છતાં જમવાનું અને ચા નાસ્તાની હલકી ગુણવત્તા જોવાયેલી હતી ચાર વાગ્યા સુધીમાં તપેલું ભરેલું શાક અને ભાત અકબંધ પડી રહેલા હતા ખાવામાં જરાય પણ સ્વાદ ન આવવાના કારણે ફરજ બજાવતા કર્મચારીઓ ચૂંટણીમાં આખો દિવસ પાણી પીને દિવસ કાઢ્યો હતો. સમયસર ચા નાસ્તો ના હોવાના કારણે ઘણા કર્મચારીઓ તેમની ફરજ પૂરી થઈ જતા પરત નીકળી ગયા હતા અને મોટાભાગનો બગાડ થયેલો જોવા મળી રહ્યો હતો

Share

Related posts

લીમડી ગામમાં હિન્દુ સમાજ દ્વારા શ્રાવણ મહિનાને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો

gujaratjanekta

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલા ગ્રીન બિલ્ડીંગમાં ઇલેકટ્રોનિક મીડિયા મોનિટરિંગ રૂમ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત

gujaratjanekta

નિજાનંદ જાગણી અભિયાનની 44 મી શિબિર ઝાલોદ રામદ્વારા કમ્પાઉન્ડ ખાતે યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial