Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પાટીદારોના ગઢમાં સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યોજાયો રોડ શો – 27 કિમી લાંબો રોડ શો

સંકેત પંડ્યા – એડિટર

સુરતમાં ઝંઝાવાતી પ્રચારમાં નરેન્દ્ર મોદી ઉતર્યા હતા. આગમન પહેલા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મુખ્યરોડથી વરાછા અને એરપોર્ટ સુધી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને બન્ને બાજુ રસ્તા પર મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા હતા. તેમની જનસભા મોટા વરાછા ખાતે યોજવામાં આવ્યો હતો.
ખાસ કરીને આ ઉત્સાહ વચ્ચે એક ચાહકે 1980 વડાપ્રધાનની તસવીરોના સહારે એક મોટી તસવીર બનાવી હતી. આમ પીએમના ચાહકો પણ જોવા મળ્યો હતો.

પાટીદાર પ્રભાવિત આ વિસ્તાર છે ત્યાં ખુદ વડાપ્રધાન પ્રચાર મેદાને ઉતર્યા હતા. અત્યારે ત્યાં મોદી મોદીના નારાઓ લાગી રહ્યા હતા. સુરતની અંદર મોટી સંખ્યામાં લોકો ઉભા રહ્યા હતા. લોકો બે કલાકથી ત્યાં રાહ જોઈ રહ્યા હતા ત્યારે ટૂંક સમયમાં વડાપ્રધાન ત્યાં પહોંચી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ, વડોદરા સહીતના શહેરોમાં રોડ શો થયા છે પરંતુ સુરતમાં 27 કિમી લાંબો રોડ શો યોજવામાં આવ્યો હતો.

સુરતની અંદર ભાજપની સાથે કોંગ્રેસ ઉપરાંત આપ પાર્ટીએ પણ તેમના મજબૂત ઉમેદવારોને ત્યાં ઉતાર્યા છે ત્યારે સુરતમાં આપનો પ્રભાવ હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં કેટલીક બેઠકો પર ભાજપનો ભગવો લહેરાતો આવ્યો છે. ખાસ કરીને આપ પાર્ટીના દિગ્ગજોના પ્રવાસો અને રેલીઓ અહીં યોજાઈ છે અગાઉ રાહુલ ગાંધીની જનસભાનું આયોજન પણ કરાયું હતું ત્યારે સુરતમાં પીએમનો રોડ શો યોજાયો.

Share

Related posts

વડોદરામાં કોરોનાના નવા વેરિઅન્ટ BF.7ને લઈને જાણો શું કરાઈ છે વ્યવસ્થા

Admin

ભગીની સમાજ દાહોદ ખાતે રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સીટી દાહોદ દ્વારા એચ. આઇ. વી દર્દીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા

gujaratjanekta

છેતરપિંડી: ખંભાતના યુવક સાથે સાયબર માફિયાએ ઓનલાઇન ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપી 44 હજારની છેતરપિંડી કરી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial