Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

સુરત : કામરેજના ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરીયાના પ્રચારમાં આદિવાસી કાર્યકરો જોડાયા

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબ્બકાના મતદાનને ગણતરીના દિવસો બાકી છે જેથી તમામ પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાની કામરેજ 158 બેઠકના ઉમેદવાર પ્રફુલભાઈ પાનસેરીયાની ચૂંટણીનો પ્રચાર જોર શોર થી થઈ રહ્યો છે. ઉમેદવારના પ્રચાર માટે ભાજપના આદિવાસી કાર્યકર્તાઓ પણ પ્રચાર કાર્યમાં જોડાઈ ગયા છે. સુરત જિલ્લાની કામરેજ 158 બેઠકના ઉમેદવાર પ્રફુલભાઈ પાનસેરીયા ની ચૂંટણી નો પ્રચાર જોર શોર થી થઈ રહ્યો છે પ્રફુલભાઈ ના પ્રચારમાં કામરેજ ભાજપના આદિવાસી કાર્યકર્તાઓ પણ ભારે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. મતદાનના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો તેમની જીત નિશ્ચિત કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે કામરેજ 158 સીટ પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર પ્રફુલભાઈ પાનસુરીયા નો પ્રચાર કરવા કામરેજ ભાજપ ના આદિવાસી કાર્યકરોની ટીમ પણ જોતરાઈ ગઈ છે કામરેજ તાલુકાના આદિવાસી કાર્યકર્તાઓ કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં ફરી આદિવાસીઓને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે સાથે જ ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિકાસના કામો રોજગારી શિક્ષણ રોડ રસ્તાઓ આવાસ યોજનાઓ આયુષ્માન કાર્ડ જેવી અપાયેલી વિવિધ સુવિધાઓથી માહિતગાર કરાવી રહ્યા છે. ગામે ગામ આદિવાસી સમાજ દ્વારા કાર્યકર્તાઓને પણ ખૂબ સારો પ્રતિસાદ અપાઈ રહ્યો છે .

Share

Related posts

ફતેપુરા તાલુકા મામલતદાર કચેરી નો સર્કલ ઓફિસર 5000 રૂપિયાની લાચ લેતા એ.સી.બી ના છટકામાં રંગે હાથ ઝડપાયો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના બાજરવાડા ચોકડી પર ફોર વ્હીલર ગાડીના ચાલક દ્વારા પૂરપાટ ચલાવી ટુ વ્હીલરને અડફેટે લેતા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

gujaratjanekta

ઝાલોદ 112 ની સરાહનીય કામગીરી : ગુમ થયેલ યુવકને તેના પરિવારને સોપ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial