Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સુરતમાંથી 75 લાખની રોકડ જપ્ત કરવાના કેસની તપાસ હવે EDને સોંપાઈ

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે ત્યારે રોકડ રકમ જપ્ત કરવાનો મામલો સુરતમાં સામે આવ્યો છે. પોલીસે 75 લાખની રોકડ જપ્તીનો કેસ હવે EDને સોંપ્યો છે. સુરતના મહિધરપુરામાંથી 75 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ત્યારે આ કેસની તપાસ હવે પોલીસે EDને સોંપી છે. ઇડી તપાસ કરશે કે પૈસા કોના છે અને કોને મોકલવાના હતા. જેથી આ મામલે વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે. 

આ મામલે પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે જેમાં એક દિલ્હીનો ઉદય ગુર્જર છે અને બીજો રાંદેરનો મોહમ્મદ ફૈઝ છે. મહિધરપુરામાં કારમાં 75 લાખ રોકડા લઈને જતા આ બે લોકોને પોલીસે પકડી પાડ્યા હતા. કારમાંથી કોંગ્રેસની પત્રિકાઓ મળી આવી છે. જેના કારણે આ રૂપિયા ચૂંટણીમાં કોંગ્રેસ માટે લાવવામાં આવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

સૂરતમાં આ પ્રકારે અગાઉ પણ રોકડ રકમનો મામલો સામે આવ્યો હતો. જેમાં નકલી નોટો જપ્ત કરવામાં આવ હતી આ કેસ મામલે પણ તપાસ ચાલી રહી છે ત્યારે વારંવાર આ પ્રકારે ચૂંટણી પહેલા રોકડ રકમના મામલાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા પણ વોચ ગોઠવી દેવામાં આવી છે. પ્રોહિબિશનની ગેરકાયેદસર પ્રવૃત્તિઓ સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  ત્યારે આ રોકડ રકમ મામલે પણ સઘન તપાસ કરવામાં આવશે.

Share

Related posts

મહીસાગર જીલ્લાની કલેક્ટર કચેરીના પ્રાંગણમાં બન્યું અનેરું વન કવચ : સા.વ. લુણાવાડાના RFO જે.ટી મકવાણાની ઉત્કૃષ્ટ કામગીરી

gujaratjanekta

લુણાવાડાના પાલ્લા (કો) ગામ ખાતે “મેરી માટી… મેરા દેશ” અંતર્ગત વીરોનો સન્માન કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

દાહોદ ખાતે 10 મો એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial