Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

૧૬.૨ ડિગ્રી તાપમાન સાથે ઠંડીનો પ્રારંભ, ગરમ વસ્ત્રોની બજારમાં હજુ ઘરાકીની રાહ

સંકેત પંડ્યા – એડિટર

હાલ શિયાળાની ઠંડીનો અનુભવ કર્યો હતો છેલ્લા ત્રણથી ચાર દિવસથી મહતમ તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે જેમાં રવિવારે દિવસનું તાપમાન ૩૦.૪ ડિગ્રી રહેવા પામ્યો હતો . અને સાંજ થતાની સાથેજ ઠંડા પવન સાથે તાપમાનનો પારો નીચે ઉતરતા લોકોએ ઠંડીનો અહેસાસ શરૂ કર્યો હતો . આમ આગામી દિવસોમાં હજુ વધુ ઠંડી પડે તેવી સિસ્ટમ સર્જાઈ રહી છે . ત્યારે શિયાળાની સીઝનની ઠંડીનો પ્રારંભ થતાં તિબેટીયાનો અને ગરમ વસ્ત્રો વેચતા વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણેક દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથે સાથે ભાવનગર શહેર અને જિલ્લામાં રાત્રિના તાપમાનનો પારો ગગડતા શિયાળાની ઠંડીનો પ્રારંભ થયો હોવાનો લોકો અહેસાસ કરી રહ્યા છે ગત રાત્રીના લઘુતમ તાપમાન ૧૬.૨ ડિગ્રી રહેવા સાથે દિવસના તાપમાનમાં ઘટાડો થવા પામ્યો છે.જો કે, હજુ કડકડતી ઠંડીના અભાવે ગરમ વસ્ત્રોની બજારમાં ઘરાકીની રાહ જોવાઇ રહી છે. ભાવનગરમાં પ્રતિવર્ષની મુજબ આ વર્ષે પણ ટીબેટીયનો ગરમ વસ્ત્રોના વેચાણ અર્થે આવી પહોંચ્યા છે. ઠંડીનો માહોલ જામતા જ અહીં ઘરાકીમાં ગરમાવો જોવા મળશે. દિવાળી બાદ રાત્રીના પણ રાત્રિના તાપમાનનો પારો ૨૦ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થયા બાદ છેલ્લા ત્રણેક દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં ડિગ્રી કરતાં પણ નીચે ઉતરી જતા અને ગતરાત્રિના લઘુતમ તાપમાન ૧૬.૨ ડિગ્રી નોંધાતા શિયાળાની ઠંડીનો ચમકારો થવા પામ્યો હતો.

Share

Related posts

ફતેપુરા મધ્ય ગુજરાત વિધુત બોર્ડ દ્વારા લાઈનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી

gujaratjanekta

ફતેપુરા કામેશ્વર મહાદેવ મંદિર ખાતે ગણપતિદાદાને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો

gujaratjanekta

ગુજરાતની પ્રગતિ હોય કે દેશની પ્રગતિ હોય ભરૂચનું યોગદાન ખૂબ મહત્વનું છે વડાપ્રધાન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial