સંકેત પંડ્યા – એડિટર
કુંડલી ગામે ભાઈઉપર પિતરાઈ ભાઈ-ભત્રીજાનોસશસ્ત્રહુમલો રાણપુર તાલુકાના કુંડલી ગામે ખેતરમાં પાણીની લાઈન નાખવા બાબતે થયેલ બોલાચાલીની અદાવતે ભાઈ ઉપર ભાઈ અને ભત્રીજાઓએ હીંસક હુમલો કરી પાઈપ, લાકડી જેવા હથીયારો વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવની ધાક ધમકી આપતા પાંચ શખ્સ સામે ગુનો નોંધાવા પામ્યો હતો. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના અને રાણપુર તાલુકાના કુંડલી ગામે અવેડા ગેટ પાસે રહેતા અને ખેતી કામ કરતા કેશુભાઈ વાલજીભાઈ પોલીસ પોલીસ મથકમાં તેના કાકાના દિકરા મણી દયાળભાઈ કળથીયા, હિતેશ દયાળભાઈ કળથીયા, વિઠ્ઠલ દયાળભાઈ કળથીયા, ભત્રીજા ભાર્ગવ હિતેશભાઈ કળથીયા, મણી દયાળભાઈ કળથીયા સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સાંજના તેઓ અલમપર ગામની સીમમાં તેઓની ૩૦ વિધા જમીન હોય ત્યાં ઘંઉની સીજન લેવાની હોય જેથી જમીન ખેડવા માટે ગયેલ ત્યારે મણી, હિતેશ અને ભત્રીજા ભાર્ગવે તેની પાસે આવી તેઓની વાડીમાં પાણી માટે લાઈન નાખેલ હોય જે બાબતે બોલાચાલી કરી અપશબ્દો આપવાની ના પાડતા તમામે ઉશ્કેરાઈ હિતેષ અને તેના દિકરા ભાર્ગવે પાઈપ વડે તેમજ મણીએ લાકડી વડે આડેધડ ઘા ફટકાર્યા હતા. ત્યાર બાદ અન્ય વિઠ્ઠલ અને દેવેને આવી તેઓને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી જો હવે કાઈ આડો અવડો થાઈશ કે અમારા નામ પોલીસમાં આપીશ તો તને જાનથી મારી નાખીશ અને તારા દિકરાને સુરત રહેવા દેવાના નથી તેને પણ જાનથી મારી નાખીશુ તેમ કહી ધાક ધમકી આપી હતી. બનાવના પગલે પોલીસે તમામ સામે આઈપીસી. ૩૨૫, ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો .

