Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ગુજરાતમાં ચૂંટણીનો રંગ : કામરેજમાં અસમના સીએમ હિમંત બિશવા શર્માએ સભા સંબોધી

 સંકેત પંડ્યા – એડિટર
2022 ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાર્ટીઓ એ જોર શોર થી પ્રચાર શરૂ કરી દીધો છે ,ભાજપ દ્વારા આજે સમગ્ર ગુજરાત માં ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ટિમ ને સ્ટાર પ્રચારક તરીકે ગુજરાત માં ઉતારી દીધી હતી , ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નંડા ,રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર ,ફિલ્મ સ્ટાર રવિ કિશન સહિતના નેતાઓ આજે દક્ષિણ ગુજરાત માં હતા ત્યારે પૂર્વોત્તર રાજ્યો પેકીના અસમ ના મુખ્ય મંત્રી હિમંત બિશવા શર્મા સુરત ના કામરેજ ખાતે કામરેજ ના ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરિયા ના પ્રચાર માટે આવ્યા હતા , ભાષણ દરમ્યાન હિમંત શર્મા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર ગજબ ના વરસ્યા હતા ,અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના ભરપેટ વખાણ કર્યા હતા , આજે 2014 લોકસભા બાદ હિમાત શર્મા ના ભાષણ માં ફરીથી રામ મંદિર નો મુદ્દો પણ ગાજયો હતો , હિમંત શર્મા એ ભાષણ દરમ્યાન કહ્યું કે અયોધ્યા રામ જન્મ સ્થળ તરીકે નહિ પરંતુ બાબરી મસ્જિદ ના કારણે ઓળખતું હતું ,હિમંત શર્મા એ આમ આદમી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કેજરીવાલ પહેલા દિલ્હી માંથી ઝૂંપડીઓ હટાવે ત્યારબાદ ગુજરાત તરફ નજર કરે ,ગુજરાત ના લોકો ને મોહલા ક્લિનિક ની જરૂર નથી ,હેમંત શર્મા એ પંજાબ માં હાલ થયેલી હત્યા બાબતે પણ વાત કરતા જણાવ્યું હતું કે પંજાબ નું ગન કલચર પંજાબ અને દેશ માટે જોખમી છે અને કેજરીવાલ આને રોકવામાં નિષ્ફળ થઈ રહ્યા છે. જોકે કામરેજ ખાતે આજની સભા દરમ્યાન 200 થી વધારે આમ આદમી ના કાર્યકરો ભાજપ માં જોડાયા હતા અને જેને કારણે આમ આદમી પાર્ટી માં ગાબડું પડ્યું હતું ,કામરેજ વિધાન સભા ના ઇન્ચાર્જ પ્રભારી જયેશ પટેલે કામરેજ વિધાનસભા 1 લાખ થી વધારે મતો થી જીતવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો
Share

Related posts

ગુજરાતની પ્રગતિ હોય કે દેશની પ્રગતિ હોય ભરૂચનું યોગદાન ખૂબ મહત્વનું છે વડાપ્રધાન

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસર અને બલૈયા ક્રોસિંગ ગામે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી દ્વારા જ્યુસ સેન્ટરો પાણી પુરી સેન્ટર ઉપર તપાસ હાથ ધરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ પોલીસ દ્વારા સ્વીફ્ટ ગાડીમાં લઈ જવાતો 118500 નો દારૃ ઝડપી પાડયો ગાડી ચાલક ફરાર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial