Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

મુક્ત અને ન્યાયી વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે પોલીસ નિરીક્ષક તરીકે સતીશ કુમાર ગજમીયે, IPS ની નિયુક્તી

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી પ્રક્રિયા દરમિયાન ચુંટણીની આચાર સંહિતાને ધ્યાનમાં રાખતા તથા નિર્વાચન આયોગની    સૂચનાઓને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મુક્ત અને ન્યાયી વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે પોલીસ નિરીક્ષક તરીકે   સતીશ કુમાર ગજમીયે, IPS ની નિયુક્તતી કરી છે

ભારતના ચૂંટણી પંચે દાહોદ જિલ્લાના તમામ વિધાનસભાની સીટ ઉપર આગામી વિધાનસભા સામાંન્ય ચૂંટણી-૨૦૨૨ માં પોલીસ નિરીક્ષક તરીકે   સતીશ કુમાર ગજમીયે, IPS ની નિયુક્તિ કરી છે. તેઓ તા.૧૫/૧૧/૨૦૨૨ નારોજ દાહોદમાં પધારેલ છે. અને હાલ તેઓ દાહોદ સર્કિટ હાઉસમાં રોકાયેલ છે.

વિધાનસભાના ઈચ્છુક ઉમેદવારોમાંથી કોઈને કોઈ વ્યક્તિ દ્વારા ડરાવવામાં આવે અથવા ધાકધમકી આપવામાં આવે અથવા અન્ય કોઇ માધ્યમથી નામાંકન ભરવાથી અટકાવવામાં આવે તો તેવા ઉમેદવારે ,તેમજ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ નિરીક્ષક નાઓના મોબાઈલ નંબર 8849397265 તથા લેન્ડ લાઇન નંબર (02673) 249276 પર સંપર્ક કરી શકશે અથવા તેઓને રુબરુ દાહોદ સર્કિટ હાઉસ ખાતે મળી શકશે.

Share

Related posts

ઝાલોદ તા.વિકાસ અધિકારને મનરેગા કામો હેઠળ થતા ભ્રષ્ટાચારને અંકુશ લાદવા કરાઈ રજૂઆત

gujaratjanekta

ભોજેલા ગામે આનંદ આરતી અને  સત્સંગ સમારોહ યોજાયો. સૌરાષ્ટ્ર ના સંત પ.પુ ચરણદાસ બાપુ ના દર્શન માટે ભક્તો ઉમટ્યા.

gujaratjanekta

ઝાલોદ પંચાલ સમાજની દીકરીએ વિદેશમાં માસ્ટર ઇન ફર્નિચર ડિઝાઈનીંગમા પ્રથમ આવી નગરનુ નામ રોશન કર્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial