Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત ઈલેક્શન 2022 : કોંગ્રેસના મોરવા હડફ બેઠક પરના ઉમેદવાર સ્નેહલતા ખાંટે ફોર્મ ભર્યું

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો પોતાના મતક્ષેત્રમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છે. ગુજરાતમાં પહેલા તબક્કાના મતદાનને હવે છેટું નથી ત્યારે રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારની ગતિ તેજ થઇ રહી છે ત્યારે પંચમહાલ જીલાલમાં આવેલી 5 વિધાનસભાની સીટોમાંથી 125 ક્રમાંક નંબર ધરાવતી બેઠક પરથી મોરવા હડફ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના મહિલા ઉમેદવાર સ્નેહલતા ખાંટે સમર્થકોના હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. સ્નેહલતાએ તેમના વતન મોરવા હડફમાં રેલી કાઢી હતી અને સભાને સંબોધન પણ કર્યું હતું. 

કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહીતની ઉપસ્થિતિમાં તેમણે ઉમેદવારી નોંધાવી હતી અને ફોર્મ રજૂ કર્યું હતું. સ્નેહલતાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણીમાં જે રીતે તેમના સાસુને અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમના જેઠને જે રીતે આપેલા સહકાર આપ્યો હતો તે જ રીતે તેમને પણ એ જ સહકાર કરી મતદારોને વિનંતી કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે અને પરિબળો પણ બદલાઈ રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોનો પ્રચાર તેજ થઇ રહ્યો છે.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ થશે જયારે બીજા તબક્કાનું મતદાન 5મી તારીખે થશે અને વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે 8મી ડિસિમ્બરે જાહેર થશે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારક સભાઓ ગજવશે. આ વર્ષની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ટીકીટોને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે અને પાર્ટીમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે એક પછી એક નેતાઓ રાજીનામાં આપી રહ્યા છે ત્યારે તેની અસર ચૂંટણી પર ન પડે તેના માટે પણ પ્રયત્ન થઇ રહ્યા છે. 

Share

Related posts

કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો

gujaratjanekta

ઝાલોદ નગરમાં વિપ્ર ફાઉન્ડેશનના ગઠન અંગે ગઢી ( પ્રતાપપૂર ,રાજ. ) કાર્યકારિણી બેઠકમા ચર્ચા કરાઇ

gujaratjanekta

રાબોડ પ્રાથમિક શાળાની 136 માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial