Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

સુરતમાંથી ફોર્મ પરત ખેંચનાર આપના ઉમેદવાર કંચન જરીવાલ કોણ છે, આપે ગુમ થવાનો આરોપ લગાવ્યો હતો

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત વિધાનસભાની સુરત પૂર્વ બેઠક પરથી AAPના ઉમેદવાર તરીકે કંચન લલ્લુભાઈ જરીવાલાએ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ આજે સવારે તેમને ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. ગઈકાલથી જ આપ પાર્ટીના નેતાઓ દ્વારા તેમનું અપહર કર્યાની વાત સોશિયલ મીડિયા પર અને મીડિયા સમક્ષ સામે આવી રહી હતી તેવામાં ગાયબ કંચન જરીવાલાએ આજે ફોર્મ પરત ખેંચ્યું છે. જેથી આપે આરોપ લગાવ્યો છે કે, કોઈ દબાણ ભાજપ તરફથી કરાયું છે જેથી તેમને આ ફોર્મ પરત ખેંચ્યું છે. તેમ આરોપ પણ લગાવવામાં આવી રહ્યા છે. પ્રાંત કચેરી પહોંચતા ધક્કામુકી જોવા મળી હતી. હાઈવોલ્ટેજ ડ્રામા સુરતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આપના ઉમેદવારને લઈને ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે.

આ છે તેમનો પરીચચ
તે સુરતમાં સ્ટેનલેસ સ્ટીલ ફર્નિચરનો વેપાર કરે છે. તેથી જ તેની પત્ની નોકરી કરે છે. નોમિનેશન સમયે આપેલ એફિડેવિટ મુજબ, તેમની સામે કોઈ ફોજદારી કેસ નોંધાયેલો નથી. કંચન જરીવાલાના પત્ની જરીવર્ક સાથેના બિઝનેસ સાથે જોડાયેલા છે. તેઓ પત્ની પલ્લવીબેન જરીવાલા અને પુત્ર સાગર જરીવાલા અને સુંદર જરીવાલા સાથે સુરતના સંઘાડિયા વાડ, ગોપીપુરાના રહેવાસી છે.

આપના ઉમેદવાર કંચન જરીવાલાની વાર્ષિક આવક
આપના ઉમેદવાર કંચન જરીવાલાની વાર્ષિક આવક 3.88 લાખ છે. છેલ્લા પાંચ વર્ષની સરેરાશ વાર્ષિક આવક 4 લાખ છે. તેમની પત્ની પલ્લવીબેન જરીવાલાની પણ વાર્ષિક આવક 4 લાખ છે.  કંચન જરીવાલા પાસે હાથ પર રૂ. 2,16,619 રકમ છે જ્યારે તેમની પત્ની પાસે રૂ. 87,305 રોકડ રકમ છે. 

ઈટાલિયાએ મીડીયા સમક્ષ કહી આ વાત 
કંચન જરીવાલા આજે સુરત ખાતે પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા હતા અને ફોર્મ પરત તેમને ખેંચ્યું હતું. આ અંગે ગોપાલ ઈટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, કાલે જ્યારે અમારા કેન્ડીડેટનું નામાંકન સ્વિકારવામાં આવ્યું ત્યારે બીજેપીના લોકો તેમને જબજસ્તી લઈ ગયા હતા. તે પ્રકારનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ તેને રાજકીય કાવાદાવા ગણાવી રહ્યું છે. 

Share

Related posts

ફતેપુરા કન્યાશાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ

gujaratjanekta

પંચમહાલ જિલ્લા ના શેહરા રેન્જ ફોરેસ્ટ ઓફિસ માં ચાલતી લાલીયાવેરી!!

gujaratjanekta

રાજકોટમાં નેશનલ અર્બન હાઉસિંગ કોન્કલેવનું આયોજન: નરેન્દ્રભાઈ મોદીનાં વરદ હસ્તે અપાશે એવોર્ડ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial