Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વડોદરાની આ બેઠક પર ઉમેદવારોને લઈને ભાજપ-કોંગ્રેસમાં અસમંજ, વડોદરા ચૂંટણી પહેલા ચર્ચામાં

 સંકેત પંડ્યા – એડિટર

ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ પણ 4 ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે જેમાં વડોદરાની માંજલપુર બેઠકનો સમાવેશ થાય છે. ત્યારે કોંગ્રેસમાં પણ હજુ વડોદરા શહેર બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.

ત્યારે વડોદરા શહેરમાં ભાજપ- કોંગ્રેસમાં 1-1 બેઠક માટે ઉમેદવારને લઈને મૂંઝવણ છે. આજે ભાજપ દ્વારા બાકી રહેલા 4 ઉમેદવારની યાદીટ જાહેર કરવામાં આવી શકે છે ત્યારે આ યાદીમાં આ બેઠક પરથી ઉમેદવાર પણ જાહેર થશે. જેથી કોંગ્રેસ ભાજપ બાદ ઉમેદવાર જાહેર કરશે. કેમ કે, આ વખતે ભાજપ દ્વારા કેટલાક સિટીંગ ધારાસભ્યોને કાપવામાં આવ્યા છે ત્યારે આ વખતે નારાજગીનો લાભ કોંગ્રેસ લેવા માંગે છે જેથી તેમના ઉમેદવાર કોંગ્રેસમાં પણ જોડાઈ શકે છે માટે કોંગ્રેસ આ વખતે આ ફીરાકમાં છે. 
 
જલપુર બેઠક પરથી ભાજપના પાટીદાર ઉમેદવાર ચૂંટણી લડે તે નિશ્ચિત

વડોદરામાં ભાજપે માંજલપુર અને કોંગ્રેસે વડોદરા શહેરની બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી નથી. હવે ભાજપ અને કોંગ્રેસ છેલ્લી ઘડીએ ઉમેદવારોની જાહેરાત કરશે. માંજલપુર બેઠક પરથી ભાજપના પાટીદાર ઉમેદવાર ચૂંટણી લડે તે નિશ્ચિત છે. કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવે છે તેના પર કાર્યકરો અને આગેવાનો નજર રાખી રહ્યા છે. આજે ભાજપ, કોંગ્રેસ અને AAP સહિત તમામ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ વડોદરા વિસ્તારમાંથી ભરશે. 

ભાજપ વિધાનસભાની બેઠકો વડોદરામાં આ કારણે પણ ચર્ચામાં 

વડોદરાની 8 બેઠકો પરથી મધુ શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તુ કપાયું છે. વડોદરાના સમગ્ર ચિતારને જોવા જઈએ તો કેટલીક સીટ પર  નો રિપીટ અને કેટલીક બેઠક પર રીપિટેશન કરવામાં આવ્યું છે. તેમાં પણ મધુ શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તુ કપાયું છે. અગાઉ મંત્રી પદમાંથી મહેસુલ ખાતુ રાજેન્દ્ર ત્રિવેદીનું લઈ લેવાયું હતું અને હવે આ વખતે ટિકિટ પણ નથી મળી. આ ઉપરાતં મધુ શ્રીવાસ્તવ કે જે વિવાદમાં રહેતા હતા તેમનું પણ પત્તુ કપાયું છે. જેથી મધુ શ્રીવાસ્તવે આ વખતે દાવેદારી વિપક્ષ તરીકે નોંધાવી છે અને ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.

Share

Related posts

આદિવાસી સમાજનો યુવાન સાયકલ પર ઉત્તરાખંડની યાત્રા કરી પરત ફર્યો

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસરમાં પરિણીત મહિલાની છેડતી કરતા આરોપી સામે ગુનો દાખલ કરાયો મહિલા શુક્રવાર રાત્રિના આઠ વાગ્યાના અરસામાં પંચાલ ફળીયા ખાતે જમવા જતા સમયે છેડતી નો ભોગ બની હોવાનો આક્ષેપ કરાયો

gujaratjanekta

ગુજરાતમાં વધુ બે નગરપાલિકા બનશે મહાનગરપાલિકા – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial