Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

મારા કાર્યકરો કહેશે તો હું અન્ય કોઈ પક્ષમાંથી નહીં પરંતુ અપક્ષ તરીકે ચૂંટણી લડીશ – મધુ શ્રીવાસ્તવ

 સંકેત પંડ્યા – એડિટર
હું અન્ય કોઈ પક્ષમાંથી નહીં પરંતુ અપક્ષ તરીકે ચૂંટણી લડીશ તેમ મધુ શ્રીવાસ્તવે કહ્યું છે. પ્રથમ યાદીમાંભાજપે કેટલાક મોટા દિગ્ગજો કે જીતતા આવ્યા છે છતા પણ પત્તા કાપ્યા છે ત્યારે વાઘોડિયાથી ટિકિટ ના મળ્યા બાદ મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, હું ભાજપનો કાર્યકર છું, હું ભાજપમાં જ રહેવાનો છું અને મારા કાર્યકરો કહેશે તો હું અન્ય કોઈ પક્ષમાંથી નહીં પરંતુ અપક્ષ તરીકે ચૂંટણી લડીશ.

અગાઉ મધુ શ્રીવાસ્તવે ખુદ નહીં તેમના સ્થાને પત્નીને ટિકિટ લડાવવા માટે કહ્યું હતું અને મધુ શ્રીવાસ્તવ આ વાત બાદમાં તોળી ફેરવી હતી. જો કે, આખરે તેમને ટિકિટ વાઘોડીયા બેઠક પરથી આપવામાં નથી આવી. મધુ શ્રીવાસ્ત આખા બોલા અને સતત વિવાદમાં રહેતા ધારાસભ્ય છે ત્યારે બની શકે છે કે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી પણ શકે છે. જેના કારણે તેઓ મતો તોડી શકે છે.

વડોદરામાંથી રાજેન્દ્ર ત્રિવેદીનું પણ કપાયું છે પત્તુ

વડોદરાની 8 બેઠકો પરથી મધુ શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તુ કપાયું છે. વડોદરાના સમગ્ર ચિતારને જોવા જઈએ તો કેટલીક સીટ પર  નો રિપીટ અને કેટલીક બેઠક પર રીપિટેશન કરવામાં આવ્યું છે. તેમાં પણ મધુ શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તુ કપાયું છે. અગાઉ મંત્રી પદમાંથી મહેસુલ ખાતુ રાજેન્દ્ર ત્રિવેદીનું લઈ લેવાયું હતું અને હવે આ વખતે ટિકિટ પણ નથી મળી. આ ઉપરાતં મધુ શ્રીવાસ્તવ કે જે વિવાદમાં રહેતા હતા તેમનું પણ પત્તુ કપાયું છે. 

 

Share

Related posts

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા માથી સફેદ પથ્થરની ભરેલી ટ્રક કોની દયાથી લીમખેડા સુધી આવી પહોચી

gujaratjanekta

ખેડૂતો આનંદો: સરકારે જમીનનો સરવે રદ કર્યો, હવે જામનગર-દ્વારકાથી નવેસરથી થશે જમીન માપણી

Admin

દિવાળી પર ઉદ્યોગ સાહસિકોને મોદી સરકારની મોટી ભેટ :જાણો કઈ સ્કીમમાં હવે ડબલ ફાયદો!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial