Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ભાજપે ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી : બારડોલી બેઠક પર ઈશ્વર પરમારને રિપીટ કરાયા

 સંકેત પંડ્યા – એડિટર
છેલ્લા ઘણા દિવસોથી બારડોલી બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને અનેક અટકણો ચાલી રહી હતી. બારડોલી વિધાનસભા બેઠક પરથી 28 જેટલા લોકોએ ભાજમાંથી દાવેદારી કરી હતી. આ બેઠક પરથી 2012મા ઈશ્વર પરમારને ભાજપ દ્વારા દાવેદારી કરવાનો મોકો આપ્યો હતો. ત્યારે તેઓ 22,202 મતોથી વિધાનસભા બેઠક પરથી વિજય થયા હતા. બાદમાં ફરી સાફ છબી ધરાવતા ઈશ્વર પરમારને 2017માં પણ રિપીટ કરવામાં આવતા તેઓ 34,777 મતોથી વિજય થયા હતા. અને વિજય રૂપાણીની સરકારમાં ઈશ્વર પરમારને સામાજિક ન્યાય અને અધિકારીતાનાં કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. ફરી ત્રીજી વખત બારડોલી બેઠક પરથી ઈશ્વર પરમારની જ પસંદગી કરવામાં આવી છે. જે બાબતે તેઓને ટેલિફોનિક જાણ થતાં તેઓના બારડોલી સ્થિત કાર્યાલય ખાતે મોડી રાત્રે ફટાકડા ફોડી કાર્યકરોએ ઈશ્વર પરમારને ટીકીટ મળવા બદલ વધાવી લીધા હતા. જોકે હાલ ભાજપ દ્વારા કોઈ વિધિવત જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મોડી રાત્રે ઈશ્વર પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલની હાજરીમાં કાર્યકરોએ ઉત્સાહભેર ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી હતી.
Share

Related posts

દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી નો વેપાર કરતા દુકાનમાંથી બાતમીના આધારે રેડ દરમિયાન ચાઇનીઝ દોરી ઝડપી પાડી જીવલેણ અને ચાઈનીઝ દોરીના વેચાણ બંધ કરાવવા પોલીસ કમરકસી રહી છે જીવલેણ ચાઈઝની દો

Admin

ઝાલોદ નગરની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ કઢાવવા માટે લાગતી લાંબી કતારો

gujaratjanekta

ઝાલોદ નવી વસાહત નાનસલાઈ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial