Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ઉનાના યુવાનને અમુક શખ્સો દ્રારા અપહરણના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી.

 સંકેત પંડ્યા – એડિટર
ઊનામાં રહેતા કિરીટભાઇ રૂખડભાઇ વાજાના બહેનના ખબર અંતર પુછવા જુનાગઢ હોસ્પીટલે ગયા હતા.
ત્યારે જુનાગઢમાં રહેતા રમેશ ચુડાસમા તેમજ સંદિપ ચુડાસમા બન્ને શખ્સોએ કિરીટભાઇના મોબાઇલમાં ફોન કરી રોકાવી કહેલ કે તું શું કામ અહીંયા આવ્યો તેમ કહેતા કિરીટભાઇએ અમારા આવેલા છીએ તેમ કહેલ ત્યારે બન્ને શખ્સોએ તમારો ભાણીયો ધર્મેશભાઇ અમારી છોકરીને લઇ ક્યાંક ચાલ્યો ગયેલ છે તેમ કહી ભુંડી ગાળો આપી હતી. આમ
આ બાબતે કોઇપણ જાતની જાણ ન હોવા છતાં કિરીટભાઇ વાજાને રમેશ ચુડાસમા, સંદિપ ચુડાસમા, કાળુભાઇ ચુડાસમા, તેમજ જયેશભાઇ ચુડાસમા આ તમામ શખ્સો દ્વારા ફોન કરી ધમકી આપી બિભત્સ અપશબ્દો બોલી તમે છોકરાને તુરંત હાજર કરો નહીં તો ખોટા કેસ તેમજ અપહરણના ગુનામાં તમને ફિટ કરાવી દઇશ તેવી ધમકી આપતા કિરીટભાઇ વાજાએ ઉના પોલીસમાં લેખિત અરજી કરી આ શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. અને કોઇપણ પ્રકારનો ગંભીર ગુનો કે ઘટના બને તો તેના જવાબદાર આ તમામ શખ્સોસ રહેશે તેવુ અરજીમાં જણાવેલ છે.
Share

Related posts

દાહોદ માં લૂંટ, ધાડ, ઘરફોડને ચોરીના નાસ્તા ફરતાઆરોપીઓને પકડી પાડતી દાહોદ પોલીસ.

gujaratjanekta

આદિવાસી સમાજનો યુવાન સાયકલ પર ઉત્તરાખંડની યાત્રા કરી પરત ફર્યો

gujaratjanekta

પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને ધાનપુર ખાતે ચિંતન શિબિર તથા તાલુકા સંકલન બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial