Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મોરબીની ઘટના જોયા બાદ દ્વારકા જિલ્લા તંત્ર એ જાગવાની જરૂર, ફેરી બોટ સર્વિસમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર

 સંકેત પંડ્યા – એડિટર

ગઇકાલે મોરીબી કેબલ બ્રીજની બનેલી દર્દનાક ઘટાના બાદ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર એ પણ જાગવાની જરૂર છે. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસના વિડ્યો સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. ફેરી બોટ સર્વિસમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જરને ભરાયા હોવાનો વિડ્યો સામે આવતા અહીં પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. બોટમાં નિયમોનુસારના લાઇફ જેકેટ કે અન્ય કોઈ સુરક્ષાના સાધનો જોવા નથી મળતા. 

જો કોઈ દુર્ઘટના થશે તો આ બોટમાંથી અનેક લોકો દરિયામાં પડે તેવી શક્યતા છે.  ગુજરાત મેરિટાઈમ બોર્ડ, ઓખા મરીન પોલીસ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા લોકોની આવડી મોટી ભીડ વચ્ચે પણ ઓખા – બેટ ના બ્રિજ પર કે બોટમાં કોઈ સુરક્ષાની વ્યવસ્થા જ નથી મોરબીનું માતમ હજુ આપણી સામે જ છે. ત્યારે મોરબીની ઘટના જોયા બાદ દ્વારકા જિલ્લા તંત્રએ પણ સફાળા જાગવાની ખુબજ જરૂર છે. વીડીયો સામે આવતા તેેમાં લોકો ચિક્કાર ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. ક્યાંય પણ પગ મુકે એવી જગ્યા નથી જોવા મળી રહી.

આટલી મોટી સંખ્યામાં પેસેન્જરને ભરાયા હોવાનો વિડ્યો સામે આવતા તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કેમ કે, આ પ્રકારની ઘટનાઓ ગમે ત્યારે બની શકે છે. કેમ કે, મોરબી બ્રિજ પર પણ ક્ષમતા કરતા વધુ પેસેન્ટરના કારણે 141 જેટલા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 
 
મોરબીમાં થયેલા દુઃખદ ઘટનામાં બચાવ કામગીરીમાં ઓખા કોસ્ટ ગાર્ડ મદદે પહોંચ્યું

20 જેટલાં સ્કૂબા ડ્રાંઇવર સાથે લાઈફ જેકેટ, રબર બોટ જેવી સાધન સામગ્રી સાથે મોરબી પહોંચી. મૃતદેહોની શોધખોળ માટે કોષ્ટગાર્ડ દ્વારા મોડી રાત્રીથી કામગીરીમાં લાગ્યુ. ત્રણ ટિમો કોષ્ટગાર્ડની મદદે પહોંચી જેમાં જખૌ ની કોસ્ટગાર્ડ, વાડીનાર કોસ્ટગાર્ડ, ઓખા કોસ્ટગાર્ડ રાહત બચાવ કામગીરીમાં જોડાયું. 

Share

Related posts

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી( તોયણી )ની પ્રાથમિક શાળાના હત્યારા આચાર્યને ફાંસીની સજા આપવા માટે ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

gujaratjanekta

મહીસાગર જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતમાં યોજાઈ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના લીમડી નગરના મહાદેવ મંદિર આગળ બકરીનુ કાપેલ મોઢું મળ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial