Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

રાજકોટમાં ઉલ્ટી ગંગા વહી: પતિ નહિ પરંતુ પત્ની, દીકરી અને સસરાએ ગુજાર્યો ત્રાસ

 સંકેત પંડ્યા – એડિટર

રાજકોટ શહેરમાં પત્નીઓ પર સાસરિયા પક્ષનો ત્રાસ ગુજારવાના કિસ્સા અવાર નવાર સામે આવ્યા છે ત્યારે આજે રાજકોટમાંથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટનીવાસી પત્નિએ તેની પુત્રી અને પિતા સાથે મળીને પતિ પર ત્રાસ ગુજાર્યો. પતિ ઉપર તેની પત્ની પુત્રી અને સસરા દ્વારા પાંચ દિવસ તેને પૂરી રાખી ત્રાસ આપીયાનો બનાવ સામે આવ્યો છે જેમાં કોઠારીયા રોડ ઉપર રહેતા પતિને તેની પત્ની પુત્રી અને સસરાએ તેને ઘરની નીચેના પાર્કિંગ રૂમમાં ગૃહ પ્રવેશને કારણે પૂરી રાખી અને તેના ઉપર ગરમ પાણી અને એસિડ રેડ્યું હતું જય માતાજી. ગંભીર રીતે દાજી જતા સારવાર અર્થે આજે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને જણાવ્યું હતું કે તેને પાંચ દિવસ સુધી રૂમમાં પૂરી રાખી ભૂખ્યો રાખવામાં આવ્યો હતો અને રોજ ગરમ પાણી અને એસિડ માથે રેડવામાં આવ્યું હતું.

છેલ્લા 15 વર્ષથી ગૃહ કલેશ ના કારણે તેના સાસરીયાઓ તેના ઉપર ત્રાસ ગુજારે છે તેવા આક્ષેપો તેને પોલીસ સમક્ષ કર્યા હતા. વિગતો મુજબ કોઠારીયા રોડ ઉપર આવેલ સહકાર સોસાયટીમાં રહેતા વિજયભાઈ વાલજીભાઈ કાચાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેને દિવાળીની આગલી રાતે તેના પત્ની નિશા સસરા વિનોદ અને તેની સગી પુત્રી દ્વારા તેને પાર્કિંગ રૂમમાં પૂરી દેવામાં આવ્યો હતો અને તેના ઉપર રોજ સતત પાંચ દિવસ સુધી એસિડ અને ગરમ પાણી રેડવામાં આવ્યું હતું જેના લીધે તેં ગુદાના ભાગે અને હાથ પર દાજી ગયો હતો.

જેથી તેને આજે સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા જ પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને તેને પ્રાથમિક પૂછતાછમાં જણાવ્યું હતું કે લગ્નના એક વર્ષ બાદ જ તેની પત્ની નિશા તેના ઉપર ત્રાસ ગુજારતી હતી અને તેના સસરા પણ નિશાનો સાથ દેતા હતા.અનેક વાર ગૃહ કલેશ મામલે બંને પતિ પત્નીને ઝગડા થતા હતા જેમાં નિશા અને તેના પિતા વિનોદ દ્વારા વિજયભાઈને મરમારવામાં અવતો હતો. ત્યારે પણ તેને પોતાની પત્ની અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પરંતુ દિવાળીની આગલી રાતે તેના ઉપર સાસરીયાઓ દ્વારા ફરી ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જેમાં તેને ને પાંચ દિવસ સુધી રૂમમાં ભૂખ્યો તરસ્યો પૂરી રાખી અને તેના ઉપર એસિડ અને ગરમ પાણી નાખવામાં આવ્યું હતું. જેના લીધે તે ગંભીર રીતે દાઝી ગયો હતો .જેથી હાલ પોલીસે તેનું નિવેદન આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ઝાલોદ નગરના ગીતા મંદિરે થી ઢોલ અગ્યારસ ( શ્રી કૃષ્ણ ભગવાનની જલવા પૂજન ) નિમિત્તે અગ્રવાલ સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

ગોધરા ૧૨૬  વિધાન સભા ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર સી.કે રાઉલજી ના ઉમેદવારી પત્ર ભરવા જતા વિશાળ બાઈક રેલી યોજાઈ

gujaratjanekta

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ હટાવાયા હતા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial