Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

પાટણ શહેર માં બ્રહ્મા કુમારી પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

 સંકેત પંડ્યા – એડિટર
પાટણ શહેર માં બ્રહ્મા કુમારી પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો સતયુગનો સાચો રાહ માર્ગ મેળવવા અને માનવ માંથી દેવ બનવાની શક્તિ મનુષ્યને શિવ પરમાત્મા ની ભક્તિ દ્વારા પ્રાપ્ત થઇ શકે છે ઉપરોક્ત આશિર્વચન શબ્દો નૂતનવર્ષ ની શુભ પ્રભાતે પાટણ બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય પાટણ નાં નવ નિર્મિત સેન્ટર ખાતે બ્રહ્મા કુમારી પરિવાર દ્વારા આયોજિત નૂતનવર્ષ સ્નેહમિલન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલાં પાટણ બ્રહ્મા કુમારી સેન્ટરના હેડ પ . પૂ . નિલમદીદીએ ઉચ્ચારી ઉપસ્થિત બ્રહ્મા કુમારી પરિવાર સાથે જોડાયેલા ભાઈ – બહેનો ને નૂતનવર્ષ ની શુભેચ્છાઓ પાઠવી હતી પાટણ બ્રહ્મા કુમારી સેન્ટર ખાતે આયોજિત નૂતનવર્ષ સ્નેહ મિલન પ્રસંગે બ્રહ્મા કુમારી સેન્ટર પાટણના નિતાદીદી , નિધીદીદી સહિત નવ નિર્મિત બ્રહ્માકુમારી સેન્ટર માટે ભૂમિ દાન અપૅણ કરનાર પાટણના જાણીતા તબીબ ડો . કાતિભાઈ પટેલ નું તેઓની વિશેષ સેવા બદલ સન્માન કરવામા આવ્યું હતું આ સ્નેહ મિલન પ્રસંગે બ્રહ્મા કુમારી બહેનો દ્વારા નૂતનવર્ષ ની એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી પરમ કૃપાળુ શિવ પરમાત્મા નાં આશિર્વાદ મેળવી નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ ને યાદગાર બનાવ્યો હતો
Share

Related posts

સુરત એરપોર્ટ ખાતે સુરત જિલ્લા ડિઝાસ્ટર ઓથોરીટી દ્વારા વિમાન હાઈજેક અંગે મોકડ્રીલ યોજાઈ

gujaratjanekta

“આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત ગોધરા તાલુકાની અંબાલી પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓ દેશભક્તિનાં રંગે રંગાયા – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ભવ્ય અક્ષત કળશ યાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial