Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભાવનગરથી અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ લીલી ઝંડી આપી .

 સંકેત પંડ્યા – એડિટર
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, અમદાવાદ-ભાવનગર ઇન્ટરસીટી ટ્રેન થકી બે જિલ્લાનું જોડાણ આજે થયું છે. જનતાની આકાંક્ષાઓને સરકાર દ્વારા સાર્થક કરવામાં આવી છે. ભાવનગરથી અમદાવાદ જવા માટે અગાઉ સુરેન્દ્રનગર થઈને જતી હોવાથી વધુ સમય જોવા મળતો હતો, પરંતુ હવે ભાવનગથી અમદાવાદ જતી ટ્રેન બોટાદ થઈ જશે. જેથી સમયમાં પણ બચત થશે. સરકાર દ્વારા એક વિઝન સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ભાવેણાની જનતા ઓછા ખર્ચે અને સરળ માધ્યમ થકી અન્યત્ર સ્થળે પહોંચી શકશે. ભાવનગર જિલ્લાની સાથે અમદાવાદ અને બોટાદની જનતાને પણ આ ટ્રેનનો લાભ જોવા મળશે. શિક્ષણમંત્રી દ્વારા ભાવેણાની જનતાને દીપાવલીના તહેવારોની શુભેચ્છાઓ પાઠવી હતી. નતેરસના પવિત્ર તહેવારનો લાભ ભાવેણાની જનતાને મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક રીતે ગુજરાત રાજ્યના વિકાસ માટે કામો કરી ગુજરાતને વિકાસનુ મોડલ ગણાવ્યું છે. પરિવહન માટે રેલવે દ્વારા અનેક નવીનતમ સુવિધાઓ ઉભી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગરની કનેક્ટિવિટીમાં આજે વધારો કર્યો છે. છેવાડાના માણસો પણ સસ્તાભાવે પરિવહન કરી શકે તે માટે રેલવે દ્વારા ઓછા ખર્ચે અને સરળતાથી પરિવહન કરી શકાય તે માટે રેલવે વિભાગ સતત પ્રયત્નશીલ રહે છે. ભાવનગરથી અમદાવાદ, સુરત અને મુંબઇ જેવા શહેરો સાથે કનેક્શન થકી લોકોને પરિવહન માટે સરળ માધ્યમ ઉપલબ્ધ થયું છે. ભાવનગર જિલ્લો હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ જેવા અનેક ઉદ્યોગો સાથે સંકળાયેલ હોવાથી પરિવહન એક મહત્વનું માધ્યમ બની રહ્યુ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
Share

Related posts

ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયા ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાના મંત્રીપદના પદભાર સમારંભમાં ઉપસ્થિત રહ્યા

gujaratjanekta

ગાયત્રી પરિવાર દ્વારા ઝાલોદ ઝલાઈ ડુંગરી ફળિયા ખાતે ૨૮ ઘરોમાં ગાયત્રી મહાયજ્ઞ .

gujaratjanekta

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સકવાડા ગામે જમીન સંબંધી મામલે ૮ જેટલા ઈસમોએ ભારે ધિંગાણું મચાવતી એક વ્યક્તિના ઘર ઉપર પથ્થર મારો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial