Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ગોધરા શહેર બહાર જતા કોઠી સ્ટીલ ચોકડી પાસે બનાવવામાં આવેલ મહાકાય સ્પીડ બ્રેકર ખુદ અકસ્માતો સર્જે એવો છે

 સંકેત પંડ્યા – એડિટર

ગોધરા શહેર બહાર જતા કોઠી સ્ટીલ ચોકડી પાસે બનાવવામાં આવેલ મહાકાય સ્પીડ બ્રેકર ખુદ અકસ્માતો સર્જે એવો છે ગોધરા શહેરના કોઠી સ્ટીલ ચોકડી ઉપર અકસ્માતોને રોકવા માટે બનાવવામાં આવેલ સ્પીડ બ્રેકર ખુદ અકસ્માતો સર્જી રહયા હોવાની આ ગંભીર ચર્ચાઓમાં આ મહાકાય સ્પીડ બ્રેકરના અણઘડ આયોજનના પગલે દરરોજ બેખબર વાહન ચાલકો ખૂબ ખરાબ રીતે ઉછળીને પટકાતા હોય છે. એમાં બે દિવસો પૂર્વે રાત્રીના અંધકાર વચ્ચે મોટર બાઈક ઉપર જઈ રહેલા દંપતી આ મહાકાય સ્પીડ બ્રેકરને લઈને ધડાકાભેર રોડ ઉપર પટકાતા પાછળ બેઠેલ મહિલા ગંભીર ઈજાઓ સાથે બેભાન થઈ જતા ભારે અફડાતફડીનો માહૌલ સર્જાયો હતો. ગોધરા શહેરના સ્ટેશન રોડ તરફ જતા આવતા કોઠી સ્ટીલ પાસે અકસ્માતો સર્જાય નહિ આ માટે શહેર બહાર જતા માર્ગ ઉપર બનાવવામાં આવેલ મહાકાય સ્પીડ બ્રેકર ખુદ અકસ્માતોને આમંત્રણ આપી રહયુ હોવાનો બળાપો ખુદ વાહન ચાલકો વ્યક્ત કરી રહયા છે.ખરેખર તો સ્ટેશન રોડ તરફથી બેફામ આવતા વાહનો માટે અંદરના રસ્તા ઉપર સ્પીડ બ્રેકર બનાવવાના બદલે જાહેર હાઈવે ઉપર બનાવવામાં આવેલ મહાકાય સ્પીડ બ્રેકર જ ખુદ અકસ્માતોને આમંત્રણ આપી રહયુ હોવાની વેદનાઓ ભોગ બનનારા વાહન ચાલકો વ્યક્ત કરી રહયા છે.!!

Share

Related posts

ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું

Admin

વન વિભાગ દ્વારા 74 માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ દેવગઢ બારીયા ખાતે ઉજવાયો

gujaratjanekta

નિર્મલા સીતારમણે બજેટમાં આપી ગૂડ ન્યૂઝ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial