Gujarat Jan Ekta
તાજા સમાચાર
ટોપ ન્યૂઝ

ગુજરાતનું પરિણામ 8 ડિસેમ્બરે આવશે, આ લોકો ત્યાં સુધી મનીષને જેલમાં રાખશે – કેજરીવાલે કર્યું ટ્વીટ

 સંકેત પંડ્યા – એડિટર

લિકર પોલિસી કૌભાંડમાં સિસોદિયા પાસેથી CBI પૂછપરછ શરૂ કરવામાં આવી છે ત્યારે 2 તબક્કામાં તેમની પૂછપરછ કરવામાં આવશે. ત્યારે આ મામલે દિલ્હીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદીયાની ધરપકડનું કારણ ટ્વિટ કરીને કંઈક આર રીતે આપ્યું છે. 

દિલ્હીના સીએમ કેજરીવાલે ટ્વીટમાં કહ્યું કે, ગુજરાતનું ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે આવશે. આ લોકો ત્યાં સુધી મનીષને જેલમાં રાખશે. જેથી મનીષ ગુજરાત ચૂંટણીમાં પ્રચાર માટે ન જાય. તેમ ટ્વિટમાં જણાવ્યું છે. CBI તરફથી મનીષ સિસોદિયાને પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમની બે તબક્કામાં પૂછપરછ કરવામાં આવશે. 

ખાસ કરીને મનીષ સિસોદીયા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીને લઈને સક્રીય જોવા મળ્યા હતા. તેમણે ગુજરાતની રાજનિતીમાં શિક્ષણનો મુદ્દો પણ ઉઠાવ્યો છે ત્યારે આ વખતે ગુજરાતમાં શિક્ષણનો મુદ્દો આત્યારથી ચર્ચામાં આવ્યો છે. મનીષ સિસોદીયની આજે પૂછપરછ મામલે અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડ કરી 8 ડીસેમ્બર સુધી પરીણામ ના આવે ત્યાં સુધી તેમને જેલમાં રખાશે તેવી વાત ટ્વીટરના માધ્યમથી વહેતી કરી છે. 

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પણ ટ્વીટ કર્યું કે, તેમના ઘર પર હુમલો કરવામાં આવ્યો છે. કારની તસવીરો શેર કરતા તેમણે લખ્યું કે, થોડા સમય પહેલા જ એક હુમલાખોર મારા ઘરમાં ઘૂસી કરવામાં આવ્યો છે. મારી અને મારી માતાની કાર ખરાબ રીતે તોડી પાડી છે. હુમલાખારોએ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. સદભાગ્યે હું અને મારી માતા બંને ઘરે નહોતા નહીં તો ખબર નથી કે શું થાત! તમે ગમે તે કરો, હું ડરીશ નહીં. હું દિલ્હી પોલીસને ફરિયાદ કરી રહી છું. તેમ તેમણે જણાવ્યું હતું. 

Share

Related posts

૩૬ કલાક માં ચાલીસ વર્ષીય મહિલા ના હત્યાનો ગુનો શોધી કાઢતી દાહોદ જિલ્લા પોલીસ

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ મતદાતાઓનો વધાર્યો ઉત્સાહ

gujaratjanekta

ઝાલોદ પોલીસ દ્વારા સ્વીફ્ટ ગાડીમાં લઈ જવાતો 118500 નો દારૃ ઝડપી પાડયો ગાડી ચાલક ફરાર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial