Gujarat Jan Ekta
તાજા સમાચાર
ટોપ ન્યૂઝ

રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોનું યુનિયન – ગુજરાતના દાહોદના જાેબકાર્ડ ધારક કામદારો દ્વારા પોતાના વિવિધ પડતર માંગણી અને સવાલો સાથે તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારીઓને આવેદનપત્ર આપ્યુ

સંકેત પંડ્યા – એડિટર

રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોનું યુનિયન – ગુજરાતના દાહોદના જાેબકાર્ડ ધારક કામદારો દ્વારા પોતાના વિવિધ પડતર માંગણી અને સવાલો સાથે તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હોવાનું જાણવા મળે છે.

આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વસતા અને જાેબકાર્ડ ધારાવતાં કામદારોને મનરેગા કાયદાની જાણકારી આપવાનું લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે અને સાથે સાથે આ કાયદા હેઠળ લોકોને કાયદાની જાેગવાઈ મુજબ પોતાના ગામમાં ૧૦૦ દિવસની રોજગારી મળે અને પોતાના ગામમાં સ્થાઈ મિલ્કતનું નિર્માણ થાય, સ્થળાંતર અટકે, આરોગ્ય સચવાય અને બાળકોમાં શિક્ષણનું સ્તર ઉચુ આવે તે માટેના જાગૃતિ કાર્યક્રમો કરવા તથા કામદારોના સવાલો જેવા કામોની માંગણીઓ કરવી, કામ ના મળે તો બેરાજગારી ભથ્થુ અપાવવાની કાર્યવાહી કરવી, સમયસર વેતન ના મળે તો તેનું વળતર અપાવવાની કાર્યવાહી કરી જેવા સવાલો અંગે રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોનું યુનિયન – ગુજરાતના દાહોદ જિલ્લાના જાેબકાર્ડ ધારક કામદારો દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રોગ્રામ ઓફિસર અને તાલુકા પંચાયત કચેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Share

Related posts

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા ધાબળા અને સ્વેટર નું વિતરણ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના ડોક્ટર એસોસિયન દ્વારા ઓપીડી બંધ રાખી મામલતદાર આપેલ આવેદન પત્ર

gujaratjanekta

માંડવીના કોડાય કાશી નગરે ભાજપ પરિવારનું સક્રિય સભ્ય સંમેલન યોજાયું. 

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial