Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ગુજરાતની પ્રગતિ હોય કે દેશની પ્રગતિ હોય ભરૂચનું યોગદાન ખૂબ મહત્વનું છે વડાપ્રધાન

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતની પ્રગતિ હોય કે દેશની પ્રગતિ હોય ભરૂચનું યોગદાન ખૂબ મહત્વનું છે વડાપ્રધાન

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
ભરૂચ જિલ્લાના આમોદમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ
નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જિનવાળી સરકાર કરી રહી છે સૌ નાગરિકોના સપનાં સાકાર
દેશના ફાર્મા સેક્ટરમાં ગુજરાતની 25% હિસ્સેદારી છે.: વડાપ્રધાન
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ગઇ કાલે મહેસાણા જિલ્લાને કરોડના વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ આજે ભરૂચ જિલ્લાના આમોદમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતુ. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જિલ્લાનાં આમોદમાં પહોંચ્યા હતા. જ્યાં તંત્ર દ્વારા તડામારી તૈયારીઓ કરવામાં આવી હતી. અહીં પીએમે વિકાસલક્ષી કાર્યો પ્રજા સમક્ષ ખુલ્લા મૂકી જનસભા સંબોધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમોદમાં મુલાયમ સિંહ યાદવને યાદ કરીને જનસભા સંબોધનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતુ કે આજે સવારે હું અહીં આવી રહ્યો હતો ત્યારે એક દુખદ સમાચાર મળ્યા.મુલાયમસિંહ યાદવનું નિધન થયુ છે. દેશ માટે મોટી ક્ષતિ છે. મુલાયમસિંહ સાથે મારો નાતો વિશેષ રહ્યો છે. અમે બન્ને મુખ્યમંત્રી હતા ત્યારે બન્ને એકા-બીજા પ્રત્યે પોતાનાપણાનો ભાવ વ્યક્ત કરતા હતા. જ્યારે મને 2014માં વડાપ્રધાન બનવા માટે આર્શીવાદ આપ્યા ત્યારે મુલાયમસિંહજીના આ આર્શીવાદ,સલાહના બે શબ્દો આજે પણ મારી અમાનત છે. 2013માં તેઓએ મને જે આર્શીવાદ આપ્યા હતા તેમાં ક્યારેક ચડાવ-ઉતાર આવ્યા નથી. સંસદમાં મુલાયમસિંહ જેવા વરિષ્ઠ નેતાએ ઉભા થઇને કહ્યુ હતુ કે મોદીજી, સૌને સાથે લઇને ચાલે છે એટલે 2019માં ફરી વડાપ્રધાન બનશે.કેટલુ મોટુ દિલ હશે કે જ્યારે પણ મોકો મળ્યો ત્યારે મને આર્શીવાદ આપતા રહ્યા. આજે ગુજરાતની ધરતી પરથી અને નર્મદાના તટ પરથી મુલાયમસિંહજીને ભાવભીની શ્રદ્ધાજંલિ આપુ છુ. તેમના પરિવારને ભગવાન દુખ સહન કરવાની શક્તિ આપે.
-ભરૂચની ધરતીએ અનેક એવા સંતાનોને જન્મ આપ્યો છે કે જેને દેશનું ગૌરવ વધાર્યુ છે. જેમ કે કનૈયાલાલ મુનશીની ભૂમિકાને કોઇ ભૂલી શકે નથી.
-પંડિત ઓમનાથ ઠાકુરનો નાતો પણ આ માટી સાથે રહ્યો છે.
-ગુજરાતની પ્રગતિ હોય કે દેશની પ્રગતિ હોય ભરૂચનું યોગદાન ખૂબ મહત્વનું છે.
-એક જમાનામાં ભરૂચ માત્રને માત્ર ખારી સિંગ માટે ઓળખાતું હતું, આજે તેનો ઉદ્યોગ-ધંધા, વેપારમાં જયજયકાર થઈ રહ્યો છે.
-જૂની સરકારમાં ગુજરાતનું કુલ બજેટ હતુ તેના કરતા મે એક પ્રવાસમાં લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા છે.
-હવે ભરૂચ જિલ્લો કોસ્મોપોલીટીન જિલ્લો બની ગયો છે.
-આજે પહેલુ બલ્ક ડ્રગ પાર્ક ગુજરાતને મળ્યુ છે અને એ પણ મારા ભરૂચને મળ્યુ છે.
-કેમિકલ પ્લાસ્ટને લઇને અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ થયુ છે.
-કેટલા વર્ષોથી વાત થતી હતી કે પરંતુ કોઇ અમારી વાત સાંભળતુ ન હતુ. હવે ભરૂચ વડોદરા અને સુરત એરપોર્ટ પર નિર્ભર નહી રહે એટલે અંકલેશ્વરમાં એરપોર્ટ બનાવવા માટે શિલાન્યાસ થશે.
-ભરૂચમાં અનેક ઉદ્યોગો છે. એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય તેના કરતા વધુ ઉદ્યોગો ભરૂચ જિલ્લામાં છે.
-આ એક જિલ્લાના ઉદ્યોગો જેટલી રોજગારી આપી રહ્યો છે તે એક રેકોર્ડ છે.
-હવે જ્યારે એરપોર્ટ બનશે તો વિકાસની નવી ગતિ મળશે
-નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જિનની સરકારમાં એરપોર્ટનું કામ પણ જલદી શરૂ થશે.
-આજે ગુજરાતની એક નવી દિશા દેખાય રહી છે.
-બે દશક પહેલાના દિવસો યાદ કરીએ તો કેવુ લાગે ?
– પહેલા ગુજરાતની ઓળખ હતી વેપારી…ખેતી,ઉદ્યોગમાં પાછળ, આવી પરિસ્થિતિમાં ઉદ્યોગોક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે.
-આદિવાસી,માછીમારો ભાઇઓને કોઇ પૂછનારુ પણ ન હતુ
-આજના 20-22 વર્ષના યુવાનને ખબર પણ નહીં હોય કે ગુજરાતની પરિસ્થિતિ કેવી હતી.
-આજે આપણે એવી જગ્યાએ છીએ કે આવનાર દિવસોમાં ઉંચો કૂદકો મારવો છે
-ગુજરાતના જવાનીયા માટે સ્વર્ણિમકાળ શરૂઆત થઇ ગઇ છે.
-વિકાસ કરવો હોય તો સાનુકુળ વાતવરણ જોઇએ. અને નિતી અને નિયમ બન્ને જોઇએ
-આજે ભરૂચમાં કાયદો અને વ્યવસ્થાથી લોકો શાંતિથી જીવતા થયા છે.જેનો લાભ બધાને મળ્યો છે.
-આજે આદિવાસીઓ માતા-બહેનોના આર્શીવાદ મને મળી રહ્યા છે.
-તમે મને સેવા કરવાનો મોકો આપ્યો ત્યારે એક-એક સમસ્યાને ઓળખીને સ્થિતિ બદલતા ગયા
– પહેલા ભરૂચમાં છાશવારે કર્ફ્યુ થતા હતા.
-આજે અહીંથી દિકરીઓ વડોદરા ભણવા જવા માટે પણ નિશ્ચિત રીતે જઇ શકે છે.
-આજે કાયદો વ્યવસ્થાના કારણે ભરૂચની જનતા સુખ-શાંતિથી જીવી રહી છે
-હાલમાં દેશભરના ખેલાડીઓ ગુજરાતમાં આવ્યા છે. ત્યારે રાતના દ્રશ્યો જોઇને તેમને અચરજ થાય છે કે અહીં તો રાત પડતી જ નથી.
-રો-રો ફેરી સર્વિસ વિકાસ માટે મોટી તાકાત બની છે.
-જોત-જોતમાં જ દુનિયામાંથી કરોડોનું મૂડીરોકાણ દહેજમાં થાય છે.
-આપણે મહેનત કરીએ છીએ અને રૂપિયો ડોલર થઇને આવે છે આ તાકાત ભરૂચ જિલ્લામાં છે.
– આજે જે નવા પ્રોજેક્ટનું લોકાર્પણ થયુ છે તેનાથી ગુજરાતની શક્તિ તો વધશે પરંતુ ભરૂચ જિલ્લો ચેતનવંતો બની ગયો છે.
-ફર્ટીલાયઝરનું તો નામ રોશન થયુ છે.
-જ્યારે હુ ભરૂચ આવ્યો છુ ત્યારે તમને યાદ કરાવુ કે દેશને આગળ લઇ જવુ હોય તો દરેક નાગરિક કામ કરવુ જોઇએ.
-હમણા દિવાળી આવી રહી ત્યારે વિદેશી ફટાકડાની જગ્યાએ ભારતીય ફટાકડાનો ઉપયોગ કરવો જોઇએ
-શા માટે આપણે આપણા દેશનું ન લઇએ. કદાચ દેશના ફટાકડા આકાશમાં ઓછુ અજવાળુ કરશે પરંતુ કોઇના ઘરમાં જરૂર અજવાળુ ફેલાવશે.
-2014માં દિલ્હી ગયો ત્યારે દુનિયામાં ભારત અર્થવ્યવસ્થામાં 10માં નંબર હતુ. આજે 5માં નંબર છે.
-250 વર્ષ આપણા પર રાજ કરીને ગયા એ લોકો અર્થવ્યવસ્થામાં આપણી પાછળ રહી ગયા.
-કોરોનાએ આખી દુનિયાને ઝપેટમાં લઇ લીધુ,એમાં આપણને ખબર પડી કે ફાર્મા સેક્ટરનું મહત્વ કેટલું છે
-દેશના ફાર્મા સેક્ટરમાં ગુજરાતની 25% હિસ્સેદારી છે
-ગુજરાતમાં બનેલી દવાઓ અને વેક્સીને લાખો લોકોના જીવ બચાવ્યા છે
-હવે અર્બન નકસલવાદીઓએ વાધા બદલ્યા છે. તેઓ નવજવાનીયાઓને ભોળવી રહ્યા છે.
-આદિવાસીઓની જીંદગી નકસલવાદીઓએ ખતમ કરી નાખી હતી.
– અમે ઉમારગામથી અંબાજી સુધી વિકાસનું બિડું ઉપાડ્યુ. અને પરિણામ એ આવ્યુ કે ગુજરાતમાં નકસલવાદ ખૂસી ન શકે.
-પરંતુ હવે ઉપરથી ઉડીને અર્બન નકસલવાદીઓ આવી રહ્યા છે. ત્યારે તમારા સંતાનોને ચેતવજો..
– આ વિકાસ યાત્રામાં આદિવાસી ભાઇઓનું યોગદાન ખૂબ જ રહયુ છે.
-આવનાર સમયમાં ભરૂચ અને અંકલેશ્વર ટ્વીન્સ સિટીના રૂપમાં વિકાસ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ બાદ વડાપ્રધાન આણંદ જાહેરસભાને સંબોધન કરશે. આજે બપોર બાદ અમદાવાદ મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ધાટન કરશે અને ત્યારબાદ જામનગરમાં અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
Share

Related posts

ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીની અધ્યક્ષતામાં ત્રિ-મંદિર ભામૈયા ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું

gujaratjanekta

ઝાલોદ ગોયલ પેલેસ પાસે પાર્ક કરેલ ક્રૂઝર ફોર વ્હીલર ગાડી ઘરના આંગણા માથી રાત્રી દરમ્યાન ચોરી થઈ

gujaratjanekta

ઝાલોદ કૉલેજમાં કૃષ્ણ ભક્તિ તથા દેશ ભકિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial