Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

અમદાવાદના આંગણે ટેલેન્ટની તલાશમાં આવી ગયો છે “સિતારે હમ ઝમીન કે રીયાલિટી શો”

સંકેત પંડ્યા – એડિટર

ઘણા લોકો પાસે ટેલેન્ટ હોય છે પરંતુ આ ટેલેન્ટને યોગ્ય પ્લેટફોર્મ ના મળતા તેઓ મુંઝાઈ જાય છે ત્યારે તેમનુું અંદરનું ટેલેન્ટ પણ મરી જાય છે પરંતુ આ ટેલેન્ટને બહાર લાવવાનું કામ “યુએસએ ફિલ્મ”, “સિતારે હમ ઝમીન કે” દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તે રીયાલિટી શો હવે તમારા શહેરમાં આવી ગયો છે. સિતારે હમ ઝમીન કેના પ્રોડ્યુસર શાહનવાઝ ખાન કે જેમણે ગુજરાતમાં એક્ટિંગ, મોડલિંગ, સિંગિગ અને ડાન્સિંગની અદભૂત કલાને જોઈ છે. ત્યારે તેને શોકેસ કરવાનો નિર્ધાર તેમણે કર્યો છે.

“સિતારે હમ ઝમીન કે” રીયાલિટી શો ડિજિટલ પ્લેટફોર્મ પર રીલીઝ થશે. જેમાં 4 સેલિબ્રિટી મેન્ટોર, 4 જજિસ સામેલ હશે જેઓ ટેલેન્ટને તરાશવાનું કામ કરશે. જેઓ આ ફિલ્ડમાં કરીયર બનાવવા માંગે છે તેવા ટેલેન્ટેડ કન્ટેસ્ટન્ટને એક જગ્યાએ બોલાવી એક કોન્ટેસ્ટ રાખવામાં આવશે અને ગ્રુમિંગ સેશન તેમનું યોજવામાં આવશે ત્યાર બાદ વીડિયો શૂટિંગ કરાશે. સામેલ થયેલા કન્ટેસ્ટન્ટને સ્ટેજ પર પરફોર્મ કરવાનું રહેશે. રીયાલિટી શોમાં સામેલ થનારા કન્ટેસ્ટન્ટ માટે સૌથી મોટા ખુશીના સમાચારા એ છે કે, જે વિનર હશે તેને અપકમિંગ ફિલ્મમાં ચાન્સ આપવામાં આવશે. ડાન્સરને કોરીયોગ્રાફર તરીકે ચાન્સ મળશે. વિનર બનેલા સિંગરને સિંગીગનો ડાયરેક્ટ ફિલ્મમાં મોકો મળશે તથા એકટરને કેરેક્ટર રોલ પ્લે કરવાનો મોકો મળશે દરેક માટે આ સપનું હોય છે જે આ રીયાલિટી શો થકી સાર્થક બનશે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં જેટલા પણ રીયાલિટી શો આવ્યા છે તેમાં વિજેતાને પ્રાઈઝ આપવામાં આવે છે પરંતુ “સિતારે હમ ઝમીન કે” એક એવો રીયાલિટી શો છે કે જેમાંથી વિજેતાઓને પ્રાઈઝની સાથે સાથે ડાયરેક્ટ હિન્દી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળશે. આમ “સિતારે હમ ઝમીન કે”નો આ જ ઉદ્દેશ્ય છે કે, ખરા અર્થમાં જેની પાસે ટેલેન્ટ છે તેને નિખરવાનો મોકો મળે. અમદાવાદમાં પણ અનેક યુવાનો આ રીયાલિટી શોમાં ભાગ લેવા માટે થનગની રહ્યા છે.

Share

Related posts

જય દશામાં વિદ્યામંદિર શાળાના પટાંગણમાં વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્ર વિતરણ કરવામાં આવ્યા

gujaratjanekta

બેંક ઓફ બરોડા ગોધરા વહોરવાડ શાખા દ્વારા 115 માં વર્ષગાંઠની ઉજવણી વૃક્ષારોપણ કરી ઉજવવામાં આવી.

gujaratjanekta

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ LCB પોલીસે પાંચ જેટલા બુટલેગરોને પાછા હેઠળ અટકાયત કરી જિલ્લા બહારની જેલોમાં મોકલ્યા…

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial