Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

રાજકોટમાંથી બે અલગ અલગ જગ્યાએથી પકડાઈ ૬ લાખથી વધુની વિદેશી દારૂ

 સંકેત પંડ્યા – એડિટર
રાજકોટમાંથી બે અલગ અલગ જગ્યાએથી પકડાઈ ૬ લાખથી વધુની વિદેશી દારૂ રાજકોટમાં તહેવારની સિઝન જામી છે ત્યારે અલગ અલગ બે જગ્યાએથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ છે. એક જગ્યાએથી ૧૫૬ તો બીજી જગ્યાએથી ૪૩ એમ કુલ મળીને ૬.૩૯ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર આવેલી બામણબોર ચેક પોસ્ટ પર એરપોર્ટ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી દરમિયાન ત્યાંથી જીજે ૨૭ ટીડી ૧૭૮૮ નંબરની બોલેરો શંકાસ્પદ જણાતા તેને અટકાવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારુની 156 બોટલ મળી આવી હતી. એરપોર્ટ પોલીસે શરાબ અને બોલેરો મળી રૂ. ૫.૭૦ લાખના મુદામાલ સાથે બોલેરો ચાલક જીવણરામ ક્રિષ્નારાય વિન્શોઇ અને ભુપેન્દ્રસિંહ જગદીશસિંહ જાડેજાને ઝડપી લઇ વિદેશી દારુ કયાંથી લાવ્યા હતા કયા લઇ જતા આ વગેરે બાબતની પુછપરછ હાથ ધરી છે. જયારે રાજકોટ તાલુકા પોલીસે અક્ષરનગર-૪ ગાંધીગ્રામમાં રહેતો રોશન હોતચંદ નામના રીક્ષા ચાલકને તેની રીક્ષામાંથી વિદેશી દારુની ૪૩ બોટલ સાથે બીગબજાર નજીક અમરનાથ મંદિરચોક નજીકથી ઝડપી લીધો છે.
Share

Related posts

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એન્ટી ઈન્કમ્બન્સીને લઈને ચોંકાવનારી વિગતો આવી સામે

Admin

દેસાઈવાડા કન્યા શાળા અને આંગણવાડી ઘટક 3 ના બાળકોનો પ્રવેશોઉત્સવ કરવામાં આવ્યો.

gujaratjanekta

દાહોદ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતા શ્રી યોગેશ નિરગુડે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial