Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

અમદાવાદમાં મહિલા સહિત જુગાર રમતા છ લોકોની ધરપકડ, 69 હજારની રોકડ જપ્ત કરાઈ

 સંકેત પંડ્યા – એડિટર
અમદાવાદમાં દારુ,જુગાર સહિત ક્રાઈમના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના આંબાવાડીમાં મહિલા સહિત જુગાર રમતા 6 લોકોની 69 હજારની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ લોકો સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આંબાવાડીમાં પોતાના ઘરમાં તીન પત્તીનો જુગાર રમાડી પોતે રમતી મહિલા સહિત 6 લોકોને એલિસબ્રિજ પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રૂ.69 હજારના મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આંબાવાડી શ્રેયસ બ્રિજની બાજુમાં શિશિર એપાર્ટમેન્ટના બીજા માળે તીન પત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે છાપો માર્યો હતો.

તપાસ દરમિયાન ઘરના માલિક હેતલબેન પટેલ સાથે જુગાર રમતા કલ્પેશ જાદવ, કમલખાન પઠાણ, મહેબૂબ શેખ, અબ્દુલા અંસારી અને ઉમેદ કુરેશીની ધરપકડ કરી હતી. પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં હજી પણ ઘણી જગ્યાઓ પર બિન્ધાસ્ત જુગારધામ ચાલી રહ્યું છે. પોલીસ દ્વારા રેડ પણ કરવામાં આવતી હોય છે પરતું થોડાક દિવસો તે બંધ રહે છે પાછો તે અડ્ડો ચાલુ થઈ જતો હોય છે. 

Share

Related posts

ચંદીગઢ મુકામે એપ્રિલ રવિવારે , સેવા ભારતી ભવન , સેક્ટર 29 માં આરોગ્ય ભારતી ની એક દિવસીય ક્ષેત્રીય કાર્ય શાળા યોજાઈ .

gujaratjanekta

દાહોદ.માળી સમાજનાં પરિવારના લોકો દ્વારા ગોવર્ધન ભગવાનની પુજા કરવામા આવી.

gujaratjanekta

ફતેપુરા વિધાનસભા નો સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો પ્રારંભ,

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial