Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News

અમદાવાદમાં રખડતા ઢોરથી નરોડા વિસ્તારમાં યુવકનો જીવ ગયો, માથામાં થઈ હતી ઈજા

સંકેત પંડ્યા – એડિટર

અમદાવાદમાં રખડતા ઢોરના કારણે  નરોડા વિસ્તારમાં યુવકનો જીવ ગયો છે. હોસ્પિટલમાં લઈ જવાયા બાદ પણ યુવક બચી શક્યો નહોતો. રખડતા ઢોરનો ત્રાસ સતત શહેરમાં જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ કોર્પેોરેશનના ચોપડે રખડતા ઢોરને પકડવાની કામગિરી પણ નોંધાઈ છે. છતાં પણ આ ત્રાસ યથાવત જ છે. રખડતા ઢોરના કારણે એક યુવકે તેનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં સીએનસીડી વિભાગ દ્વારા રખડતા ઢોરની યોગ્ય કામગિરી ના થતા અધિકારીઓને બદલવામાં પણ આવ્યા છે છતાં પણ આ ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે.
બાઈક સવાર ભાવિન પટેલ કે જે યુવકના માથા પર ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું છે. પરીવારે તેનું અંગદાન કરવાનો પણ નિર્ણય લીધો છે. લોકોમાં પણ ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે, અગાઉ પણ એક આધેડનું મોત પૂર્વ વિસ્તારમાં રખડતા ઢોરના કારણે થયું હતું.

નરોડા વિસ્તારમાં રાહદારી યુવક પસાર થઈ રહ્યો  હતો ત્યારે અડફેટે આવતા તેને બાપુનગરની હોસ્પિટમાં લઈ જવાયો હતા અને બ્રેઈન ડેડ થતા કોમામાં પણ ચાલ્યા ગયા હતા પરંતુ બચી ના શકતા યુવકે જીવ ગુમાવવો પડ્યો હતો.

Share

Related posts

મહીસાગર જીલ્લામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદના આધારે તપાસ બાદ નિર્ણય : ૧૧૧ કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરી શકશે નહી

gujaratjanekta

કોઈપણ સ્વાર્થ વગર ગોધરામાં છેલ્લા 14 વર્ષથી હિન્દુ ગરીબ વિધ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ આપતા મુસ્લિમ યુવા શિક્ષક એટલે ઈમરાન સાહેબ – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ ઝાલા વસૈયા ચોકમાં આદિવાસી સુરક્ષા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial