Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લા પ્રજાપતિ સંઘ દ્વારા ગોધરા ખાતે તેજસ્વી તારલાઓ તથા સ્નેહમિલન કાયૅક્રમ યોજાયો

સંકેત પંડ્યા – એડિટર

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા સંચાલિત પંચમહાલ જિલ્લા પ્રજાપતિ સંઘ ગોધરા દ્વારા આયોજિત તેજસ્વી તારલા ઇનામ વિતરણ કાર્યક્રમ તથા સ્નેહમિલન સન્માન કાયૅક્રમ તા:૧૮/૦૯/૨૦૨૨ ને રવિવારના રોજ અ. ગુ. પ્ર.સંઘ વડોદરાના શ્રી વિષ્ણુભાઇ ડી. પ્રજાપતિના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવેલ. જેમાં અ. ગુ. પ્ર. સંઘના મહામંત્રી કનુભાઈ મારુ, શ્રીલાલજીભાઇ સાહેબ,દાહોદ સમાજના જિલ્લા પ્રમુખ પ્રવિણચંદ્ર એમ. પ્રજાપતિ યુવા સંગઠન અમદાવાદની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના સાંસદ આદરણીય શ્રી દિનેશભાઈ અનાવાડીયા અને ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીની ઉપસ્થિત રહ્થીયા હતા.આદરણીય મહામંડલેશ્વર સંતશ્રી સેવાનંદજી મહારાજના આશીર્વચનથી કાયૅક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

બાલિકાઓ સ્વાગત ગીત રજૂ કરતાં ઉપસ્થિત સૌ મહેમાનોએ પ્રોત્સાહિત કરતાં ₹:૭૨૫૧/-નું ઇનામ અધ્યક્ષ મહોદય શ્રીમાન વિષ્ણુભાઈ સાહેબના વરદ્ હસ્તે અપૅણ કરવામાં આવ્યું હતું.પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,નગર પ્રમુખશ્રી દિલિપભાઈ દસાડીયા, સંજય સોની , પ્રજાપતિ સંઘના પૂવૅ પ્રમુખ રમણભાઈ હીરાભાઈ પ્રજાપતિ, નિવૃત્ત ઇન્કમટેક્ષ ઑફિસર ભીખુભાઇ એન. પ્રજાપતિ, પૂવૅ પ્રમુખ ડૉ. પ્રવિણભાઈ કે. પ્રજાપતિ, પ્રમુખ ડૉ. શંકરભાઈ વી. પ્રજાપતિ, મંત્રી શૈલેશભાઈ.પી.પ્રજાપતિ, નિવૃત જીલ્લા શિક્ષણાધિકારીશ્રી મહેશભાઈ જી. પ્રજાપતિ, પંચમહાલ -મહીસાગર જીલ્લા ભકત મહામંડળના સંતશ્રી મોહનભાઈ ભુદરભાઇ,ડૉ.ગિરીશભાઇ આર. પ્રજાપતિ સમાજના અગ્રણીઓ તથા શિક્ષણ પ્રત્યે રસ ધરાવતા સમાજના બાળકોના ભાવિ ઉજ્જવળ બને તે માટે પોતનો કીમતી સમય ફાળવી કાયૅક્રમમાં હાજર રહેલા તમામનો પ્રમુખશ્રી મણિલાલ ડી.પ્રજાપતિએ મહેમાનોનો પરિચય આપ્યો હતો. પ્રમુખશ્રી/ મંત્રીશ્રી તથા સંઘના સભ્યો તેમજ વડીલો-દ્વારા મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કનુભાઈ મારૂ સાહેબના વરદ્ હસ્તે સમાજના ભાવિપેઢીના વિકાસ માટે આથિર્ક સહયોગ આપેલ સમગ્ર દાતાશ્રીઓનું ફૂલહાર અને શાલથી બહુમાન કરવામાં આવ્યું હતું.અધ્યક્ષશ્રી વિષ્ણુભાઇ સાહેબ તથા મહામંત્રી કનુભાઈ મારુ સાહેબ અને શ્રીલાલજીભાઇના વરદ્ હસ્તે શૈક્ષણિક સિદ્ધિ મેળવેલ સમાજના તમામ તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર-શિલ્ડ-તેમજ પ્રોત્સાહક ઇનામ અપૅણ કરવામાં આવ્યા હતા.સમાજના વડીલો-યુવાનોના અને સ્નેહીજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ સૌને બિરદાવ્યા હતા.

તેમજ બાળકોના ભાવિ વિકાસમાં સામાજીક-શૈક્ષણિક-રાજકીયક્ષેત્રે સુંદર કામગીરી બદલ સમાજના દરેક કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કયૉ હતા. કાયૅક્રમના અંતે જય સજીૅકલ હૉસ્પિટલ લુણાવાડાના ડૉ.પ્રવિણભાઇ પ્રજાપતિએ ઉપસ્થિત સૌનો દિલથી આભાર વ્યક્ત કરી કાયૅક્રમ સમાપન કયોૅ હતો.છેલ્લે સૌનો સાથ સૌનો વિકાસ. જય હિન્દ. વંદેમાતરમના જયઘોષના નારા સાથે આમંત્રિત મહેમાનો અને સમગ્ર પ્રજાપતિ સમાજના ભાઇ-બહેનો સ્વરૂચિ ભોજન લઇ છૂટા પડ્યા હતા. સમગ્ર કાયૅક્રમનું સંકલન પંચમહાલ જિલ્લા પ્રજાપતિ સંઘના પ્રમુખશ્રી મણિલાલ ડી. પ્રજાપતિ અને નારણભાઈ જે. પ્રજાપતિ મંત્રીશ્રી તથા સમગ્ર પંચમહાલ જિલ્લાના તાલુકાના પ્રમુખશ્રી/મંત્રીશ્રી/કારોબારી સભ્યો તેમજ પ્રજાપતિ સમાજના વડીલો-યુવાનોના સહકારથી કાયૅક્રમ સફળ રહ્યો હતો.

Share

Related posts

ફતેપુરા તાલુકાના મોટા બોરીદા તથા સુખસરમાં ગરીબાઈના કારણે ખંડેર મકાનોમાં રહેતા પરિવાર

gujaratjanekta

બ્રહ્માકુમારી સેન્ટર, ઝાલોદ ખાતે રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન

gujaratjanekta

મકાન માલિકે સામુહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને માળ્યુ તાળું : અધિકારીઓને તાત્કાલિક દોડવું પડ્યું – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial