Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ રતનપુર(કાં) પ્રાથમિક શાળામાં યોજાયો – જાણો વધુ

ગોધરા તાલુકાના રતનપુર(કાં) ગામે 75 માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 1લી. ઓગસ્ટનાં આજરોજ યોજાયો હતો. જેમાં વિધ્યાર્થીઓએ ભારતમાતાની પ્રાર્થના પૂજન, આરતી અને વ્યાખ્યાન કર્યુ હતું. વિધ્યાર્થીઓ દ્વારા વેશભૂષામાં તૈયાર થઇ રતનપુરના વીર શહીદો તથા આર્મીના જવાનોનાં પરિવારના સભ્યોનું પુષ્પગુચ્છ આપી સમ્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન દેશની રક્ષા માટે સરહદ પર હંમેશા અડીખમ કલાકો સુધી ઉભા રહીને ફરજ બજાવતા ઈશ્વરભાઈ પરમાર, જીગરભાઈ ચૌહાણ, કિરીટભાઈ રાઉલજી, ઘમેંદ્રસિંહ રાઉલજીનાં માતા-પિતા હાજર રહ્યા હતા. વર્તમાન પેઢીને સ્વતંત્રતાની ચળવળ વિશે માર્ગદર્શન આપી વીર શહીદો, ક્રાંતિકારીઓ, સેનાનીઓ, ધાર્મિક, સામાજીક, આંદોલનના નેતાઓ માતૃ શકિતની રક્ષા કેવી રીતે થઈ શકે તે વિષયની માહિતી ગોકળભાઈ પરમારે આપી હતી. શાળા ના આચાર્ય ભરતભાઈ, સુનિલભાઈ, ગોકળભાઈએ સૌનો આભાર માન્યો હતો.

Share

Related posts

જાણો પંચમહાલ – જેપુરા ખાતે નિર્માણ પામેલું વન કવચ : જેનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાશે લોકાર્પણ – જુઓ VIDEO

gujaratjanekta

દાહોદની SBI બેંકમાં બેંકમાં થતા લોન કૌભાંડમાં બેંક મેનેજર,એજન્ટ સહિત 7ની ધરપકડ.

gujaratjanekta

આવતીકાલે પોલનબજાર ઉર્દૂ કન્યા શાળામાં ઉજવાશે શિક્ષક દિન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial