અશ્નીર ગ્રોવર ઉપરાંત સ્ટોક માર્કેટના દિગ્ગજ શંકર શર્માનું નામ પણ જોડાયું છે. તેણે ઝોમેટોને દીવાર ફિલ્મના ડાયલોગ્સ સાથે જોડીને તેની મજાક ઉડાવી છે. વાસ્તવમાં, એક વર્ષના લોક-ઇન સમયગાળાનો અંત આ ઘટાડાનું મુખ્ય કારણ છે. નિષ્ણાતોના મતે, કંપનીના સ્થાપકો જેવા કર્મચારીઓ માટે 23 જુલાઈએ એક વર્ષનો લોક-ઈન પિરિયડ પૂરો થતાંની સાથે જ વેચાણની સુનામી આવી. આ શેરધારકો ઝોમેટોની કુલ મૂડીના લગભગ 78 ટકા (613 કરોડ શેર) ધરાવે છે, તેથી વેચાણનું દબાણ ઊંચું રહે છે. આ દરમિયાન સ્ટોક રૂ. 55.30 થી ઘટીને 41.65 પર આવી ગયો છે. Zomato શેરના પતન પછી, સોશિયલ મીડિયા પર લોકો આ શેરના ઘટાડાનો આનંદ માણી રહ્યા છે. Zomatoના રોકાણકારોના 90 હજાર કરોડથી વધુ રૂપિયા ડૂબી ગયા છે.
Zomatoનો IPO શરૂઆતમાં સફળ રહ્યો હતો કારણ કે તે 38.25 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપની BSE પર રૂ. 115 પર લિસ્ટેડ થઈ હતી જે 76ની IPO કિંમત સામે 51 ટકાના પ્રીમિયમ સાથે હતી. એક સમયે તે 169 રૂપિયાની સૌથી વધુ કિંમતને પણ સ્પર્શી ગયો હતો. જો વર્તમાન ભાવ પ્રમાણે જોવામાં આવે તો, આ સ્ટોક તેની ઓલ ટાઈમ હાઈથી 75 ટકાથી વધુ તૂટ્યો છે.

