Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરામાં જગતના નાથની નગરચર્યા : ભક્તિનો મહાસાગર છલકાયો

સંકેત પંડ્યા – એડિટર
પંચમહાલ જીલ્લાના ગોધરામાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે નગરના રાજમાર્ગો ઉપર નગરચર્યા કાઢવામાં આવી હતી. ગોધરા શહેરના મધ્યમાં આવેલા રણછોડજી મંદિર ખાતેથી કાઢવામાં આવેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભકતો રથયાત્રામાં જોડાયા હતા.


નગરના રાજમાર્ગો ઉપર ભગવાન નગરચર્યાએ નીકળતા ગોધરાના શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ અને મધ્યઝોન ના પ્રભારી શૈલેષભાઈ ઠાકર, ગોધરા ચૌર્યાશી બ્રાહ્મણ પંચ પ્રમુખ સતિષભાઇ વ્યાસ, ગોધરા શહેરના ધારાસભ્ય સી.કે.રાઉલજી,શ્રી કકુલભાઈ પાઠક, શ્રી મેહુલભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ ભટ્ટ, જીલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, ગૌરીબેન જોષી, નગરપાલિકાના પ્રમુખ સંજય સોની અને કેસરીયા સાફાઓમાં સહજ્જ એવા ભાવિક ભક્તો દ્વારા જય રણછોડના નાદ સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

કોરોના કાળમાં બે વખત મોકૂફ રહેલ આ ભગવાન જગન્નાથજી આજરોજ નગરચર્યાએ નીકળતા ઢોલ નગારા ના તાલે નીકળેલી આ ભવ્ય શોભાયાત્રા નુ ઠેર – ઠેર હિન્દુ – મુસ્લિમ સમાજના આગેવાનોએ ભક્તિભાવ પૂર્વક સ્વાગત કરીને તમામ ભાવિકોએ ઉમળકાભેર દર્શનનો લાભ લીધો હતો. રથયાત્રા મોડી સાંજે નગર ચર્યા બાદ નિજ મંદિર ખાતે પહોંચી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુરી કરાઈ હતી.

Share

Related posts

ઝાલોદ પોલિસ દ્વારા તેરા તુઝકો અર્પણ અંતર્ગત ત્રણ વ્યક્તિઓને ખોવાયેલ મોબાઇલ પરત આપ્યા

gujaratjanekta

ઉતરાયણ હજી આવી નથી ત્યાં પતંગ ચગાવવા જતા તરુણ અગાશીએથી નીચે પટકાયો: સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ

Admin

ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial