Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વિજ્ઞાન ગુર્જરી કર્ણાવતી ગાંધીનગર દ્વારા સ્ટુડન્ટ ઇનોવેશન – ૨૦૨૨ ગોધરાની ઉન્નતિ વિદ્યાલય ખાતે યોજાયો

સંકેત પંડ્યા – એડિટર

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન ગુર્જરી કર્ણાવતી ગાંધીનગર (યુનિટ) દ્વારા સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ – ૨૦૨૨ નું આયોજન ઉન્નતિ વિદ્યાલય ગોધરા ખાતે વિદ્યાર્થી વિજ્ઞાન મંથનના સ્ટેટ કોઓર્ડિનેટર શ્રી પંકજ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું.

સૌપ્રથમ વિજ્ઞાન ગુર્જરીના અધ્યક્ષ ડો. ચૈતન્ય જોશીએ ઓનલાઈન માધ્યમ દ્વારા વિજ્ઞાન ગુર્જરી વિશે માહિતી આપી હતી. કર્ણાવતી યુનિટના કો ઓર્ડીનેટર શ્રી જીજ્ઞેશભાઈ બોટી સાગર તેમજ ઉન્નતિ શાળાના આચાર્ય શ્રી રિતેષભાઇ આર જોશીએ ઇનોવેશન ફેસ્ટ- ૨૦૨૨ વિશે માહિતી પુરી પાડી હતી.
વિજ્ઞાન ગુર્જરીના વિધ્યાર્થી વિગ્નાન મંથનના સ્ટેટ કો ઓર્ડિનેટર શ્રી પંકજકુમાર એન દરજીએ વિજ્ઞાન ગુર્જરી દ્વારા ચાલતા વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય દરમ્યાન વિજ્ઞાનમાં ઈનોવેશનની જરુરિયાત વિશે માર્ગદર્શન આપ્યુ હતું.

આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય શાળાના વિદ્યાર્થીઓ મળી કુલ ૧૦૦ જેટલી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ ૧૦ જેટલા શિક્ષકો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કવિતાબેન પટેલ દ્વારા વિજ્ઞાન ભારતીની પ્રાર્થના તેમજ જિગરભાઈ શાહ દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન શાંતિ મંત્ર દ્વારા અને રાષ્ટ્રગાન ગાઈને કરવામાં આવ્યું હતું.

Share

Related posts

ગોધરા તાલુકાના રેહમત નગરમાં વધતી જતી સમસ્યાઓ : તલાટીશ્રી તથા સરપંચશ્રી કુંભકર્ણ ની નિંદ્રામાં !!

gujaratjanekta

દાહોદ જિલ્લાના ગરબાડાની મીનાક્યારબોર્ડર પર થઈને ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું.

Admin

ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચચાાસ્પદ રાયોટીંગના ગુન્હા મુખ્ય સુત્રધાર જાકીર અહેમદ જભા ને મહારાષ્ટ્ર રાજયના ભીવંડી ખાતેથી ઝડપી પાડતી પંચમહાલ-ગોધરા એલ.સી.બી/એસ.ઓ.જી. પોલીસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial