Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ ધંધાકીય જાહેરાત ધર્મ દર્શન / રાશિફળ સરકારી નોકરી/યોજનાઓ સ્પોર્ટસ

ધુળેટીની આગોતરી ઉજવણી: ભરૂચ જિલ્લા ભાજપ અને પત્રકારોનું ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન યોજાયું, એકમેકને રંગોથી રંગી શુભકામનાઓ આપી

ભરૂચએક કલાક પહેલા

કૉપી લિંકસાંસદ મનસુખ વસાવા વતી અન્ય લોકોએ પત્રકારોને પૂજન સામગ્રીનું વિતરણ કર્યુંસૌ કોઈને રંગોના પર્વની શુભકામનાઓ પાઠવી પ્રતિકાત્મક હોળી રમવામાં આવીસાંસદે અને જિલ્લા પ્રમુખે પત્રકારોને વીડિયો કોલિંગના માધ્યમથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો

હોળીના પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ અને પત્રકારોનું ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન યોજાયું હતું. જેમાં ધુળેટીની આગોતરી ઉજવણી કરી રંગોમાં ભાજપના મહાનુભાવો અને પત્રકારો ભીંજાયા હતા. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા મોકલાયેલ હોળી પૂજન માટેની સામગ્રીનું પત્રકારોને વિતરણ કરાયું હતું.

ભોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી-ધુળેટી પર્વે આજે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહમિલન સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં બાંધકામ સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, દિપક મિસ્ત્રી, ભરત ચુડાસમા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ મનસુખ વસાવા દ્વારા દર વર્ષની જેમ હોળી પર્વે પૂજન સામગ્રીનું વિતરણ કરાયું હતું. તેમજ સૌ કોઈને રંગોના પર્વની શુભકામનાઓ પાઠવી પ્રતિકાત્મક હોળી રમવામાં આવી હતી.

હોળી-ધુળેટી પર્વે સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ પત્રકારોને વીડિયો કોલિંગના માધ્યમથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તેઓ બંન્ને મિટિંગ અને અન્ય કામગીરીને લઈ પત્રકારો સાથે સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા.

અન્ય સમાચારો પણ છે…

Share

Related posts

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મકાન પર તિરંગો ફરકાવવામાં આવ્યો

gujaratjanekta

Horoscope 16 November: કઈ રાશિના લોકોને થશે ફાયદો, કોને થશે નુકસાન, તમારા શું કહે છે તમારા સિતારા…

Admin

મેગા બ્લડ ડોનેશન કેમ્પ સંત નિરંકારી મિશન એક આધ્યાત્મિક વિચારધારા ધરાવતું મિશન છે અહીંયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial