Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ દાહોદના પ્રવાસ દરમ્યાન દાહોદ ભગીની સમાજની લીધી મુલાકાત

સોલંકી કિશોરસિંહ,

મુખ્યમંત્રીશ્રીએ ભગીની સમાજનું નિરીક્ષણ કરી સંચાલન કરનાર સ્ટાફ સાથે સંવાદ સાધ્યોમુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ દાહોદ જિલ્લામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેમણે ભગીની સમાજની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીના ભગીની સમાજમાં આગમન સમયે ભગીની સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થાના સંચાલિકા હેમાબેન તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવતી કામગીરીથી વિસ્તૃત રીતે માહિતગાર કર્યા હતા.ભગીની સમાજની વાત કરીએ તો, દાહોદ શહેરના હાર્દ સમા છાબ તળાવની બિલકુલ સામે વર્ષોથી અડીખમ એવી આ ભગીની સમાજ નામની સંસ્થા દાહોદ શહેર તેમજ દાહોદ તાલુકાની આસપાસના ગામોની બહેનોને રોજગારી પુરી પાડી રહી છે. દાહોદ એક આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીં આદિવાસી બહેનો પણ પોતાની મહેનત અને આવડત થકી પગભર બને એ માટે ગિરધરલાલ શેઠ દ્વારા બહેનો માટેના આર્થિક ઉપાર્જન માટે આ સંસ્થાની સ્થાપના કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ ભગીની સમાજની મુલાકાત અન્વયે સમાજની બહેનો દ્વારા કરવામાં આવતી કામગીરી અને વિવિધ સ્ટોલ અને વિભાગની મુલાકાત લઈને એનું સમગ્રતયા નિરીક્ષણ કર્યું હતું. જેમાં, નાસ્તો – અથાણાં બનાવવા માટેનો હોલ એરિયા, બહેનો અને બાળકો માટેનું પુસ્તકાલય, સગર્ભા બહેનોને માર્ગદર્શન આપવા માટેનું તપોવન સંશોધન કેન્દ્ર, નાસ્તા – અથાણાં માટેનું વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી હતી.
અંતમાં ભગીની સમાજના સંચાલક અને એમની ટીમ સાથે બેઠક યોજી હતી. દાહોદ માટે ડિસ્ટ્રિક્ટ બેંક, દાહોદ ડેરી, વર્કિંગ વિમેન હોસ્ટેલ, તપોવન કેન્દ્રનું ( ગર્ભ સંસ્કાર) વ્યાપીકરણ, નારી સંરક્ષણ ગૃહ, ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર અંગેની જરૂરિયાત અંગેની રજુઆતો સાંભળી હતી. એ સાથે જ શ્રી ગિરધરલાલ શેઠશ્રીની સ્થાપેલી સંસ્થાઓ, દાહોદ અર્બન બેન્ક સ્થાપના ૧૯૩૬ ના ચેરમેન, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સ્થાપના ૧૯૪૯ ના પ્રમુખ ટ્રસ્ટી તથા આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર, રળિયાતી ( અર્બન હોસ્પિટલ) સ્થાપના ૧૯૯૫ ના પ્રમુખ સાથે પણ મુલાકાત કરી હતી.

Share

Related posts

જાણો વિધાનસભાના સ્પીકર તરીકે કોનું નામ થયું જાહેર, કોણ બનશે નવા ડેપ્યુટી સ્પીકર

gujaratjanekta

ફતેપુરા મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની સામે મરેલા પશુઓ નાખી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયાપશુઓ કેવી રીતે એક સાથે મૃત્યુ પામ્યા તે તપાસનો વિષય

gujaratjanekta

ચંદવાણા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial