પંકજ પંડિત
ઝાલોદ નગરની પવિત્ર ધરા પર આવનાર દિવસોમાં ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારોથી સરબોર થનારી શ્રીમદ ભાગવત કથાને લઈને તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. આ અનુસંધાને ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે કથા આયોજનની વિવિધ વ્યવસ્થાઓ અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં નગરના સર્વ સમાજના આગેવાનો, આયોજક મંડળના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિતિ નોંધાવી હતી.આંતરરાષ્ટ્રીય કથાકાર રમેશભાઈ ઓઝાના મુખેથી ભાગવત જ્ઞાનામૃતઆ ભાગવત કથામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા ઝાલોદ નગરની પવિત્ર ધરા પર પધારીને ભાગવત જ્ઞાનરૂપિ અમૃતરસ પીરસશે. આ દિવ્ય કથાતારીખ 25-12-2025 થી 31-12-2025દરરોજ બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધીપ્રભુતા પાર્ટી પ્લોટ પાછળ, નારાયણી સ્કૂલની બાજુમાં યોજાવાની છે.કથા મંડપને ભાવિક નામ “દ્વારિકા ધામ” આપવામાં આવ્યું છે, જે પોતે જ ભક્તિના ભાવને વધુ ઉન્નત બનાવે છે.12 થી 15 હજાર ભાવિકો માટે વિશાળ અને સુવ્યવસ્થિત આયોજનઆ ભવ્ય ધાર્મિક આયોજનમાં એક સાથે 12,000 થી 15,000 ભાવિક ભક્તો બેસી શકે તેવી વિશાળ, સુવ્યવસ્થિત અને સગવડોથી સજ્જ વ્યવસ્થા આયોજક મંડળ દ્વારા કરવામાં આવી છે. બહારથી આવનાર ભક્તોને કોઈ અડચણ ન પડે તે માટે દરેક બાબતનું સૂક્ષ્મ આયોજન હાથ ધરાયું છે.અલગ-અલગ કમિટીઓની રચના, સેવાભાવી ભાવિકોને જવાબદારીઓ સોંપાઈકથા શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી હોવાથી પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ વ્યવસ્થાઓ માટે અલગ-અલગ કમિટીઓની રચના કરવામાં આવી છે. સમીક્ષા બેઠકમાં તમામ કમિટીના સભ્યો સાથે ચર્ચા કરી નીચે મુજબની વ્યવસ્થાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી:કથા મંડપમાં બેસવાની સુવિધાવાહન પાર્કિંગ વ્યવસ્થાપીવાના પાણીની વ્યવસ્થાસંતો તથા બહારથી આવનાર ભક્તોના ઉતારાટ્રાફિક નિયંત્રણસ્વચ્છતા અને રોજિંદી સફાઈકથા મંડપ સુધી ભાવિકોને પહોંચાડવાની વ્યવસ્થાપૂજા-અર્ચનાભોજન તથા પ્રસાદીની વ્યવસ્થાજે ભાવિક ભક્તો સ્વેચ્છાએ સેવા આપવા તૈયાર હતા તેમના નામ નોંધાવીને યોગ્ય જવાબદારીઓ સોંપવામાં આવી હતી, જેનાથી સમગ્ર આયોજન વધુ સુચારુ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થાય તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો.બહારથી આવનાર ભક્તો માટે QR કોડની સુવિધાઝાલોદ નગર બહારથી આવનાર ભક્તો સરળતાથી કથા સ્થળે પહોંચી શકે તે માટે QR કોડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ભાગવત કથામાં ગુજરાત, રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ઝાલોદ ભક્તિ અને સંસ્કારના સંગમનું કેન્દ્ર બનશેઆ સમગ્ર આયોજનથી ઝાલોદ નગર આવનાર દિવસોમાં ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર બનશે. આયોજક મંડળ દ્વારા તમામ ભાવિક ભક્તોને પરિવાર સાથે આવીને આ દિવ્ય ભાગવત કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

