પંકજ પંડિત
વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ગુરુનુ જીવનમાં મહત્વ શુ છે તે બતાવવામાં આવ્યુ બી.એમ.હાઈસ્કૂલના પ્રાંગણમાં કેળવણી મંડળના પ્રમુખ અતુલ પટેલ અને ઉપપ્રમુખ હેમલ પંચાલ તેમજ બી.એમ.હાઈસ્કૂલના પ્રિન્સિપાલ યુક્તિ પંચાલની ઉપસ્થિતિમાં શિક્ષકો દ્વારા વિધાર્થીઓના જીવનમાં ગુરૂનું શું મહત્વ છે તે વિશે માર્મિક ખ્યાલ આપવામાં આવેલ હતો. સમગ્ર પ્રોગ્રામનુ સંચાલન વિધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતું.
સ્કૂલના પ્રાંગણમાં સહુ પ્રથમ પ્રાર્થના ગીત થી ચાલુ કર્યા બાદ પુષ્પગુચ્છ થી મહેમાનોનુ સ્વાગત કરી સરસ્વતી પૂજા કરવામાં આવી હતી તેમજ સ્કૂલના સહુ શિક્ષકોનુ વિધાર્થીઓ દ્વારા પુષ્પ તેમજ કુમકુમ તિલક કરી ગુરુપૂર્ણિમા નિમિતે શિક્ષકોના આશીર્વાદ લીધા હતા. બાળકો દ્વારા ગુરુ વિશે ટૂંકમાં માહિતી આપી એક ગુરુ વિશે સુંદર ભજન સ્ટેજ પર રજૂ કર્યું હતું. ગુરુ વિશે વિદ્યાર્થિની દ્વારા વક્તવ્ય રજૂ કરતા આજના આધુનિક જીવનમાં ગુરુનું માર્મિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ સારા ગુરુ એ પૃથ્વી પરના ભગવાન છે જે સાચો રસ્તો બતાવી જીવન જીવવાની રાહ બતાવે છે.
ગુરુ વિશે વિધાર્થીઓ દ્વારા ભજન, વક્તવ્ય, ગુરૂ ગીત દ્વારા અલગ અલગ રીતે રજૂઆત કરવામાં આવી હતી. સ્કૂલમાં પ્રથમ વખત ગુરુપૂર્ણિમા ઉત્સવને લઈ વિધાર્થીઓમા અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળેલ હતો. આ વખતે યોજાયેલ ગુરુપૂર્ણિમા ઉત્સવ હાઈસ્કૂલના ચૂંટાયેલ વિદ્યાર્થી સાંસદ દ્વારા કરવામાં આવેલ હતો આ સમગ્ર કાર્યક્રમમા શિક્ષકોના પૂર્ણ સહયોગ થકી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ સુંદર રીતે યોજવામાં આવેલ હતો. છેલ્લે શિક્ષકોના સુંદર માર્ગદર્શન હેઠળ આ ઉત્સવ પૂર્ણ કરવામાં આવેલ હતો.

