Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news Other ગુજરાત ન્યૂઝ

“માંડવીમાં નાના તળાવનાં બ્યુટીફિકેશન કાર્યનું ઘારાસભ્યના હસ્તે લોકાર્પણ”

:- નગરપાલિકા દ્વારા હવે ૧.૩૭ કરોડની ગ્રાન્ટમાંથી ઘનશ્યામ ઘાટનાં બ્યુટીફિકેશનની કામગીરી કરાશે

:- બીચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેત શિલ્પ અને ફોટોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું

| માંડવી :-

માંડવી ખાતે ધારાસભ્ય અનિરુદ્ધ દવે પાલિકા પ્રમુખ હરેશ વિંઝોડા સહિતનાં અગ્રણીઓની હાજરીમાં અમૃત યોજના હેઠળ ૯૦ લાખના ખર્ચે નાના તળાવનાં બ્યુટીફિકેશનનું લોકાર્પણ તેમજ ઘનશ્યામ ઘાટ ખાતે પાલિકા દ્વારા ગ્રાન્ટમાંથી ૧.૩૭ કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતું. 

આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ શહેરીજનોની જન સુખાકારી માટે નગરપાલિકા દ્વારા થતા કાર્યને તેમણે બિરદાવ્યું હતું. નગરપતિ હરેશ વિંઝોડાએ શહેરના ઉત્તરોત્તર સર્વાગી વિકાસ માટેની કટિબદ્ધતા વ્યકત કરી હતી. માંડવી બીચ ખાતે શિલ્પકાર અનિલ જોશી દ્વારા તૈયાર કરાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેત શિલ્પનું પણ લોકાર્પણ કરાયું હતું. 

ધારાસભ્ય દ્વારા આવાસ યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ કરાયા હતા અને વડાપ્રધાનની કચ્છ મુલાકાત વખતના ફોટોની પ્રદર્શનની પણ ખુલ્લી મુકાઈ હતી. આ તકે ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી યજ્ઞ પણ યોજાયો હતો. 

આ પ્રસંગે દર્શન ગોસ્વામી, કિશનસિંહ જાડેજા, કમલેશ ગઢવી,લાંતિક શાહ, મુકેશ જોશી, નરેન સોની, રાજેશ કાનાણી,પારસ માલમ,વિજય ચૌહાણ, કાશ્મીરાબેન રૂપારેલ, સુરેશ સંઘાર, કીર્તિ ગોર, સુજાતાબેન ભાયાણી, નેહાબેન ગઢવી શિલ્પાબેન નાથાણી, ઊર્મિલાબેન પીઠડિયા, હરિઓમ અબોટી, લક્ષ્મીશંકર જોશી, મિતેશ મહેતા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

દાહોદમાં માર્ગ અને મકાન વિભાગ, પંચાયત દ્વારા ફતેપુરા તાલુકાના સાગડાપાડા, આફવા રોડની જંગલ કટિંગની કામગીરી હાથ ધરાઈ

gujaratjanekta

ઘરનાં વીજ બિલનાં નાણા બાકી : ડોનનો ખોફ બતાવી કર્મચારીની સામે થનાર વ્યક્તિની ખુલ્લેઆમ દાદાગીરી !?

gujaratjanekta

ઝાલોદ તાલુકાના નવનિયુક્ત સરપંચોએ પૂર્વ સાંસદ બાબુ કટારા અને પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારાની મુલાકાત લીધી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial